LCB ટીમ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાસામાં ધકેલી દેવામાં આવ્યો
(પ્રતિનિધિ)ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં દારૂ-જુગાર તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર બનતી હોય છે ત્યારે આવા સંખ્યાબંધ ગુનાઓ આચરતા આરોપીને પાસા હેઠળ મોકલી દેવા ગાંધીનગર રેન્જ આઇ.જી.પી અભય ચુડાસમા તથા જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ તજવીજ હાથ ધરી છે
જેના આધારે બુટલેગર નાગેશજી ઉર્ફે નાગજી શકરાજી માનસગજી ઠાકોર રહે .આનંદપુરા શેરીસા તા. કલોલ જી. ગાંધીનગર ના દેશી દારૂ ગાળવાના તથા વેચવાના સંખ્યાબંધ ગુનાઓમાં એલસીબી ટીમે પકડી પાડવામાં આવ્યો હતો આ બુટલેગરને ત્યાં ચાલુ વર્ષમાં ભઠ્ઠી પરથી પોલીસે રેડ કરતા
દેશીદારૂના કેરબા ૫૩, કિંમત ૩૭૧૦૦, કચોવોશ ૨૦૦૦ લિટર કિંમત રૂપિયા ૪૦૦૦ તથા વાહન રોકડ રકમ સહિત મળી કુલ રૂ ૩૧૮૫૬૦ નો મુદ્દામાલ પકડી પાડયો હતો તેના વિરૂધ્ઘ વધુ અન્ય છ ગુનો નોંધાયેલ છે જે આધારે એલસીબી કચેરીના પો. ઇન્સ્પે. એચ.પી ઝાલાએ આરોપીને પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે