ખેડૂતોનું ખતમ નથી થયુ આંદોલન, રાકેશ ટિકૈતની સરકાર પાસે વધુ એક માંગ

નવીદિલ્હી, ખેડૂત યુનિયનની બેઠકમાં ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારી એમએસપીની માંગ ભારત સરકાર પાસે છે. વાટાઘાટો શરૂ થઈ છે, જાેઈએ શું પરિણામ આવે છે. હજુ સુધી કોઈ રણનીતિ બનાવવામાં આવી નથી, અમે અમારા મુદ્દાઓ અને આંદોલન અંગે ચર્ચા કરીશું.
રાકેશ ટિકૈતે પંજાબની જેમ ખેડૂતોનાં મૃત્યુ અને રોજગાર માટે રાજ્યો પાસેથી વળતરની માંગ કરી છે. ટિકૈતે વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની ખેડૂતો વચ્ચેની વાતચીતમાં કોઇ પરિણામ આવ્યુ નહોતુ, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા માટે સંમત થઈ છે. “અમારી એમએસપી માંગ કેન્દ્ર સરકાર પાસે છે.
વાટાઘાટો હમણાં જ શરૂ થઈ છે અને અમે જાેઈશું કે તે કેવી રીતે થાય છે. અમે આજે કોઈ વ્યૂહરચના ઘડીશું નહીં, અમે ફક્ત ચર્ચા કરીશું કે આંદોલન કેવી રીતે આગળ વધે છે.” ટિકૈતનું આ નિવેદન આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠક પહેલા આવ્યું છે. એસકેએમએ કહ્યું કે, તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલી તમામ માંગણીઓનાં ઔપચારિક અને સંપૂર્ણ પ્રતિસાદની રાહ જાેવાનું નક્કી કર્યું છે.
૨૮ નવેમ્બરનાં રોજ એસકેએમએ એક સત્તાવાર સંદેશા વ્યવહારમાં લખ્યું હતું કે, “સંયુક્ત કિસાન મોરચાએ ભારતનાં વડા પ્રધાનને ૨૧ નવેમ્બરનાં રોજ તેમના પત્રમાં ઉઠાવવામાં આવેલી તમામ માંગણીઓનો ઔપચારિક અને સંપૂર્ણ જવાબ આપવા માટે ભારત સરકારની રાહ જાેવાનું નક્કી કર્યું છે.૨૯ નવેમ્બરથી સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર કૂચ મોકૂફ રાખીને કેન્દ્ર સરકારને વધુ સમય આપવાનો ર્નિણય કર્યો છે.HS