ખેડૂતને ૧૧૨૩ કિલો ડુંગળી વેચવાથી માંડ ૧૩ રૂપિયા નફો

પ્રતિકાત્મક
નવી દિલ્હી, લોકો મોંઘાભાવે શાકભાજી ખરીદે છે તો બીજી તરફ શાકભાજી ઉગાડનાર ખેડૂતોને તો સાવ નજીવી રકમ મળતી હોય છે.મોટાભાગનો ફાયદો વચેટિયા લઈ જતા હોય છે.
ખેડૂતોની સ્થિતિ વર્ણવતા એક કિસ્સામાં મહારાષ્ટ્રમાં સોલપુરમાં ડુંગળીની ખેતી કરનારા એક ખેડૂતને ૧૧૨૩ કિલો ડુંગળી વેચ્યા પછી માંડ ૧૩ રુપિયાનો નફો થયો છે.
એક તરફ ડુંગળીના ભાવ વધી રહ્યા છે અને આમ છતા ખેડુતની આ સ્થિતિ છે.મહારાષ્ટ્રના ખેડૂત સંગઠન સ્વાભિમાની શેતકારી સંગઠનના નેતા અને પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ આ ખેડૂત અંગે જાણકારી આપતા કહ્યુ હતુ કે, ખેડૂતે પોતાના ખેતરમાંથી એજન્ટની દુકાન પર ડુંગળીની ૨૪ ગુણ મોકલી હતી.તેના બદલમાં તેને ૧૩ રુપિયાની કમાણી થઈ હતી.ખેડૂતને કુલ ૧૧૨૩ કિલો ડુંગળી મોકલવા બદલ ૧૬૬૫ રુપિયા મળ્યા હતા.
જેમાં કમિશન એજન્ટની દુકાન સુધી ડુંગળી પહોંચાડવાનો ખર્ચ, વજન કરવાનો ખર્ચ અને મજૂરીને બાદ કરવામાં આવે તો ખેડૂતને ૧૩ રુપિયા કમાવા મળ્યા છે. બીજી તરફ કમિશન એજન્ટનુ કહેવુ હતુ કે, ખરાબ ગુણવત્તાના કારણે ડુંગળીની ઓછી કિંમત આપવામાં આવી હતી.SSS