Western Times News

Gujarati News

વલસાડની સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો

File photo

વલસાડ, એક તરફ કોરોના વાયરસના ફેલવાના કારણે સ્કૂલો બંધ કરવામાં આવી હતી. જાેકે, કેસમાં ઘટાડો થતા ધીમે-ધીમે સ્કૂલો ખોલવામાં આવી છે. આવામાં ફરી એકવાર ઓમિક્રોનના લીધે કોરોનાની દહેશત વધી છે.

દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવેલી સ્કૂલમાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થયું છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓની પણ તપાસ કરવામાં આવશે. વલસાડની સેન્ટ જાેસેફ કોન્વેન્ટ સ્કૂલમાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય વિદ્યાર્થીઓના તકેદારીના ભાગ રુપે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સંક્રમિત વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય ૫૮ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ સિવાય સંક્રમિત વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓમાં કોરોના લક્ષણો દેખાશે તો તેમને કોરન્ટીન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

આ વિદ્યાર્થી કયા ધોરણમાં ભણતો હતો અને તેને પોતે કોરોના સંક્રમિત કઈ રીતે થયો તે અંગેની સ્પષ્ટ વિગતો સામે આવી નથી. કોરોનાના કેસમાં ઘટાડો થતા દિવાળી બાદ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓના ક્લાસ પણ શરુ કરવામાં આવ્યા છે.

આવામાં ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરમાં ફરી એકવાર કોરોનાનો ડર ઉભો કરતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ તરફ ગુજરાત સહિત દેશભરમાં વિદેશથી અને ખાસ કરીને યુકે અને આફ્રિકાના દેશમાંથી આવતા પ્રવાસીઓના ટ્રેસિંગ અને ટ્રેકિંગની કામગીરી કરવામાં આવી છે.

જેમાં હજુ સુધી કોઈ પ્રવાસી ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે નથી આવ્યું. જાેકે, આ પ્રવાસીઓના સેમ્પલને જીનોમિક સિક્વન્સ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગુજરાતના જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને કોરન્ટીને કરીને વધારે તપાસ કરાઈ રહી છે.

આજ રીતે યુકેથી અમદાવાદ આવેલી એક યુવતી અને દુબઈમાં આયોજીત લગ્ન પ્રસંગથી પરત ફરેલા ૩૦ લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.