વિરપુર તાલુકામાં સરપંચ પદ માટેના ૧૧૯ અને સભ્યપદ માટે ૨૯૩ની ઉમેદવારી નોંધાવી

(પ્રતિનિધિ)વિરપુર, વિરપુર તાલુકામાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામે રાજકીય ગરમાવો જણાય રહ્યો છે તાલુકામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કરતા વધુ ગરમાવો ગ્રામ પંચાયતની ચૂંટણીનો હોય તેવુ વાતાવરણ ફેલાઈ ગયુ છે વિરપુર તાલુકાની કુલ ૧૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનારી છે ત્યારે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ હતો
ત્યારે ૧૯ ગ્રામ પંચાયત સરપંચ પદના માટેના ૧૧૯ અને સભ્યપદ માટેના ૨૯૩ ઉમેદવારી નોંધાવી છે કચેરીઓ બહાર સુત્રોચ્ચાર કરીને ઉમેદવારી નોંધાવ્યાની ખુશી વ્યક્ત કરી હતી વર્ષના છેલ્લા મહિનામાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણી માટે ભારે ધમધમાટ ગામો અને કચેરીઓમાં જાેવા મળી રહ્યો છે
ત્યારે તાલુકામાં અત્યારસુધીમાં સરપંચ પદ માટેના ૧૧૯ અને સભ્યપદ માટેના ૨૯૬ ફોર્મ ભરાયાં હતાં જેને લઈને વિરપુર તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ઉમેદવારોનો રાફડો ફાટયો છે