ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પીયનશીપમાં શુકન સ્કાયના ખેલાડીઓ ઝળક્યા

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા), શુકન સ્કાય સોસાયટી, કુડાસણ ખાતે વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિશુલ્ક કરાટે પ્રશિક્ષણ કેન્દ્ર ચાલી રહ્યું છે. આ પ્રશિક્ષણ કેન્દ્રના વિદ્યાર્થીઓએ સોમનાથ ખાતે યોજાયેલી ૨૩મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપમાં ભાગ લીધો હતો.
ફાઇટ અને કાતા એમ બે વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધામાં શુકન સ્કાયના ખેલાડીઓએ કુલ બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ મેળવ્યા હતા.
કુ. પ્રેક્ષા જૈને ફાઈટમાં ગોલ્ડ મેડલ તથા કાતામાં સિલ્વર મેડલ, કુ. પલ રાવલે કાતામાં ગોલ્ડ તથા ફાઇટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. કુ. તેજ દશોરાએ કાતામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. શ્ન. પ્રણવ વ્યાસ કાતા અને ફાઇટ માં તથા કુ. તેજ દશોરાએ ફાઈટ ઇવેન્ટમાં સેમિફાઇનલ સુધી પહોંચી બ્રોન્ઝ મેડલ મેળવી સંતોષ માનવો પડયો હતો.
તેમના કોચ શિહાન અરવિંદભાઈ રાણા તથા સોસાયટીના ચેરમેન નરેન્દ્રભાઈ પટેલ અને સેક્રેટરી શૈલેષભાઈ પંચાલે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.