ઓમિક્રોનઃ જાન્યુઆરી મહિનામાં કેસોનો વિસ્ફોટ થવાની દહેશત
ભારતમાં કેસ નોંધાતા જ તમામ રાજય સરકારોને એલર્ટ કરાઈ: ખુબ જ ઝડપથી બુસ્ટર ડોઝની પણ તૈયારીઓ શરૂ
ભારતમાં ખુબજ ઝડપથી ઓમિક્રોનનો વાયરસ ફેલાય તેવી વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરેલી દહેશત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતા રાજયોમાં વિશેષ તકેદારી રાખવા કેન્દ્રનું સુચન: ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની શોધખોળ: ઓમિક્રોનનો દર્દી ૩પ વ્યક્તિઓને ચેપ લગાડી શકે છે
ગુજરાતમાં નાગરિકોની નિષ્ક્રિયતાના કારણે આગામી દિવસોમાં ખુબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો ખુબ જ ઘાતક બનશે તેવુ તબીબો માની રહયા છે.
ભારત દેશમાં ઓમિક્રોનના કર્ણાટકમાં બે કેસ નોંધાયા બાદ કેન્દ્ર સરકાર સતર્ક બની ગઈ હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશમાંથી અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી સંખ્યાબંધ લોકો ભારત આવેલા છે જેના પગલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતા રાજયોમાં વિશેષ તકેદારી રાખવી જરૂરી છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ જાય છે.
શનિવારે ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા રાજય સરકાર સતર્ક બની ગઈ છે અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
ઓમિક્રોનની ઘાતકતા અંગે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ તે ખુબ જ ઝડપથી ફેલાય છે તેવું સ્પષ્ટ બન્યું છે જેના પગલે તંત્ર વધુ સતર્કતા દાખવી રહયું છે.
ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયા બાદ સરકારે વિવિધ સંબંધિત વિભાગોને જરૂરી તમામ સુચનાઓ આપી અગમચેતીના તમામ પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. બીજીબાજુ ઓમિક્રોનના કેસોની સંખ્યા વધવા લાગતા આ જાેખમ વચ્ચે વિશ્વના ર૭ દેશોમાં બુસ્ટર ડોઝ આપવાની કામગીરી ખુબ જ ઝડપથી કરવામાં આવી રહી છે
અને ભારતે પણ બુસ્ટર ડોઝ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર દેશમાં અનલોક દરમિયાન વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપવામાં આવી છે પરિણામે આજે ઓમિક્રોનના નોંધાયેલા કેસ વચ્ચે પણ લોકો બેફિકર બનીને ફરતા જાેવા મળી રહયા છે જે ખુબ જ જાેખમી સાબિત થશે તેવુ તબીબો જણાવી રહયા છે.
ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાતમાં નાગરિકોની નિષ્ક્રિયતાના કારણે આગામી દિવસોમાં ખુબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો ખુબ જ ઘાતક બનશે તેવુ તબીબો માની રહયા છે.
ઓમિક્રોનના લક્ષણમાં તેનો ચેપ લાગ્યો હોય તે વ્યક્તિને શરીર તુટવા ઉપરાંત તાવ પણ આવે છે. જાેકે શરદી અને ઉધરસ પ્રમાણમાં ઓછી આવતી હોય છે પરંતુ તે ખુબ જ ઝડપથી બીજાને ચેપ લગાડે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જામનગરમાં નોંધાયેલો પ્રથમ દર્દી સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવેલો છે તેવુ મનાઈ રહયું છે તેથી સરકારે પણ સંપર્કમાં આવેલી તમામ વ્યક્તિઓની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ એરપોર્ટ પર આવતા વિદેશી પ્રવાસીઓના ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ અગાઉ પ્રવેશી ચુકેલા દર્દીઓ અંગેની કોઈ પણ માહિતી મેળવવામાં આવી નથી અને આવી વ્યક્તિઓ ખુબ જ જાેખમી સાબિત થઈ શકે તેમ છે તેથી તાત્કાલિક છેલ્લા ૧૦ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાતમાં પ્રવેશેલા તમામ વિદેશી પ્રવાસીઓને શોધીને તેઓના ટેસ્ટ કરવા જરૂરી બન્યા છે સાથે સાથે બુસ્ટર ડોઝ માટે પણ કામગીરી ઝડપી બનાવવાની જરૂર છે.
ભારતમાં ઓમિક્રોનનો ચેપ ખુબ જ ઝડપથી ફેલાઈ શકે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. તા.ર૪ નવેમ્બરે દ.આફ્રિકામાં પ્રથમ કેસ નોંધાયા બાદ એક જ સપ્તાહની અંદર ભારત સહિત ૩૦ દેશોમાં ઓમિક્રોનના કેસો નોંધાઈ ચુકયા છે અને આગામી દિવસોમાં કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધે તેવી સંપૂર્ણ શક્યતા છે. ભારતમાં રસીકરણની પ્રક્રિયા ખુબ જ ઝડપથી થઈ રહી છે તેથી ઓમિક્રોન ઘાતક પુરવાર થઈ શકે તેમ નથી પરંતુ ચેપી હોવાના કારણે તેનો ચેપ લાગવાની સૌથી વધુ શકયતાઓ રહેલી છે.
ઓમિક્રોન વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી બાદ કોરોનાની ત્રીજી લહેર નવા વર્ષની શરૂઆત, એટલે કે જાન્યુઆરી ૨૦૨૨માં આવી શકે છે. ડેટા એનાલિસિસમાં આ તથ્ય સામે આવ્યું છે. નાઇટ કર્ફ્યૂ, ભીડભાડ પર પ્રતિબંધો લગાવવાથી જ કેસની સંખ્યામાં ઘટાડો થશે.
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ બાબતે અમને સાઉથ આફ્રિકાથી જે ડેટા મળ્યો છે એનો અભ્યાસ કરીને અમે તારણ કાઢ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ત્રીજી લહેર દસ્તક આપી શકે છે અને ફેબ્રુઆરી સુધીમાં એ પીક પર આવી શકે છે. ફેબ્રુઆરીમાં જ્યારે પીક પર આવશે ત્યારે દરરોજ દોઢ લાખ જેટલા કેસ આવી શકે છે. સાઉથ આફ્રિકામાં થોડા મહિના પહેલાં જ ઓમિક્રોન વેરિયન્ટ આવી ચૂક્યો છે. હાલના દિવસોમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે.
ઓમિક્રોન વેરિયન્ટ લોકોની નેચરલ ઇમ્યુનિટીને કેટલી પછાડી શકે છે એ અંગે સાઉથ આફ્રિકાનો બીજી સ્ટડી સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રોન વેચરલ ઇમ્યુનિટીને બાયપાસ નહીં કરવાની વધુ આશા છે, પરંતુ એ ડેલ્ટા વેરિયન્ટ કરતાં બમણી ઝડપથી ફેલાય છે. ઓમિક્રોન ભારતમાં પણ બમણી ઝડપથી ફેલાશે. ભારતમાં પણ લગભગ ૮૦% લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ હોય છે. આવતા વર્ષના પહેલા મહિનામાં, એટલે કે જાન્યુઆરીમાં તેની સૌથી વધુ અસર જાેવા મળશે.
ડેલ્ટા વેરિયન્ટ પણ વેક્સિન લીધેલા લોકોને સંક્રમિત કરી શકતો હતો, પરંતુ તેમને હળવી બીમારી જ થતી હતી. ઓમિક્રોનની સાથે જાે આવી સ્થિતિ થશે તો થોડા એવા તાવ-શરદી બાદ રિકવર થઈ જવાશે. બાળકોમાં પણ એની વધુ અસર થવાની આશા પણ ઓછી જ છે. બહુ વધુ ચિંતા કે ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાની જરૂરથી રાખવી પડશે.
દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. અગાઉથી રહેલા વેરિએન્ટથી અનેકગણી વધુ ઝડપથી ફેલાવાના કારણે માનવામાં આવે છે કે તેના પર વેક્સિન પણ અસરવિહિન રહી શકે છે. આમ તો અનેક દેશો અગાઉથી લોકોને બૂસ્ટર ડોઝ આપી રહ્યા છે પરંતુ ઓમિક્રોન આવ્યા પછી બૂસ્ટર ડોઝની ચર્ચા જાેર પકડવા લાગી છે.
દેશની કોવિડ ટાસ્ક ફોર્સના ચેરમેન ડો. એન કે અરોરાએ કહ્યું છે કે સરકાર ગંભીર રોગીઓ અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે વેક્સિનના એડિશનલ ડોઝ (બૂસ્ટર ડોઝ) પર નવી પોલિસી લાવવા જઈ રહી છે. નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રૂપ (એનટીએજી) આ પોલિસીને ૨ સપ્તાહમાં તૈયાર કરશે.
એનટીએજી દેશના ૪૪ કરોડ બાળકોના વેક્સિનેશન માટે પણ નવી પોલિસી લાવવા જઈ રહી છે. ૨ ડિસેમ્બરે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઈન્ડિયા (એસઆઈઆઈ)એ ભારતમાં બૂસ્ટર ડોઝ તરીકે કોવીશીલ્ડ વેક્સિન માટે ડ્રગ રેગ્યુલેટરથી મંજૂરી માગી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટે વેક્સિનના પૂરતા ડોઝનો હવાલો આપીને બૂસ્ટર ડોઝ તરીકે વેક્સિન માટે મંજૂરી માગી છે.
કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટકે પણ કેન્દ્ર સરકાર સમક્ષ અપીલ કરી છે કે તેઓ ઓમિક્રોનના જાેખમને જાેઈને બૂસ્ટર ડોઝ પર કોઈ ર્નિણય લે. એવું મનાય છે કે ૧૫ દિવસની અંદર સરકાર બૂસ્ટર ડોઝ પર ગાઈડલાઈન જારી કરી શકે છે.