Western Times News

Gujarati News

બાબરી વિધ્વંસ ઘટનાની ૨૯મી વરસીએ હાઈએલર્ટ

અયોધ્યા, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વિવાદિત માળખું તોડી પાડવાની ઘટનાની આજે ૨૯મી વરસી પર કોઈ પણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે શહેર અને તેની આજુબાજુ શનિવાર બપોરથી જ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે.

અયોધ્યામાં કોઈ વિશેષ ઈન્ટેલિજન્સ અલર્ટ ન હોવા છતાં સુરક્ષા દળો હાઈ અલર્ટ પર છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોલીસ કોઈ જાેખમ ઉઠાવવા માંગતી નથી અને કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા માટે તમામ સાવધાનીઓ વર્તવામાં આવી રહી છે.

એડીજી લખનૌ ઝોન એસએન સબતે કહ્યું કે અમે અયોધ્યામાં પૂરતા સુરક્ષાદળો તૈનાત કર્યા છે અને તમામ સાવધાની વર્તવા ઉપરાંત કોઈ ખાસ ઈન્ટેલિજન્સ અલર્ટ નથી. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારના જાેખમની આશંકા નથી અને અમે તમામ પહેલુઓ પર વિચાર કરી રહ્યા છે.

અત્યાર સુધી તો શહેરમાં શાંતિ છે અને એસએસપી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે તથા આઈજી વિસ્તારની નિગરાણી માટે આવી રહ્યા છે. એડીજીએ કહ્યું કે ૨ દિવસ પહેલા જે ફોન આવ્યો હતો તે ગંભીર નહતો પરંતુ તમામ ધમકીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

ઈમરજન્સી નંબર ૧૧૨ પર એક ગુમનામ કોલ આવ્યો હતો જેમાં અયોધ્યા શહેર અને નિર્માણધીન રામ મંદિરમાં શ્રેણીબદ્ધ ધડાકા કરવાની ધમકી અપાઈ હતી. નોંધનીય છે કે ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ કારસેવકો દ્વારા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી

જેણે દેશના રાજનીતિક પરિદ્રશ્યને બદલી નાખ્યો. આ મામલે ભાજપના નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી, એમ એમ જાેશી અને અન્યને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે અને મુસલમાનો આ દિવસને બ્લેક ડે તરીકે મનાવે છે જ્યારે ભાજપ સમર્થકો તેને શૌર્ય દિવસ તરીકે ઉજવે છે.

યુપી ઉપરાંત પોલીસે તામિલનાડુમાં પણ બોમ્બ ડેટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી રેલવે સ્ટેશનો, એરપોર્ટ, અને જાહેર સ્થળો પર મુસાફરોની શોધ શરૂ કરી છે રેલવે પોલીસે પણ રેલ લાઈનોની તપાસ કરી.

સંવેદનશીલ જગ્યાઓ અને શહેરના પૂજાસ્થળો પર પૂરતી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત કરાશે. પોલીસે કહ્યું કે આ પ્રકારની તપાસ ગ્રામીણ વિસ્તારોમાં પણ થઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.