જુની સોનુએ ગોલી સાથેની તસવીર શેર કરી

મુંબઈ, જાે તમે પણ તારક મહેતા કા ઉલટા ચશ્માના ફેન છો તો અમે તમારું મનોરંજન કરવવા માટે પરત આવી ગયા છીએ. આજે આ સમાચાર શોની કહાની કે તેમની રીલ લાઇફ વિશે નથી. ગોલી એટલે કે કુશ શાહ અને જૂની સોનૂ એટલે કે નિધી ભાનુશાળીના રિયલ લાઇફના એક ફોટાને લઇને છે.
આ ફોટો એવો છે જે જાેઇને દરેક ફેનના દિલમાં કેટલાક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આ ફોટાને નિધી ભાનુશાળીએ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તેમના જૂના કો-સ્ટાર ટપ્પૂ સેનાના સભ્ય ગોલી જાેવા મળી રહ્યા છે. અહીં કુશ શાહના ચહેરા પર વિચિત્ર ડર છે અને તેમના હાથમાં ઝાડૂ છે જેને તેમણે પોતાના ખભા પર મુક્યું છે.
આ સાથે જ તેમની પાછળથી ગળામાં હાથ નાખીને નિધી ઉભી છે. આ ફોટા પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું, ગોલી બેટા મસ્તી નહી, વધુ એક યૂઝરે લખ્યું ‘ટપ્પૂ ક્યાંક ખૂણામાં બેસીને રડી રહ્યો હશે. વધુ એક યૂઝરે લખ્યું ‘ટપ્પૂ હવે કહેશે- ઠુકરા કે મેરા પ્યાર, મેરા ઇંતકામ દેખેગા.
અન્ય એક યૂઝરે લખ્યું ‘એ ગોલ્યા, દૂર રહ મેરી સોનૂ સે. જ્યારે બીજા એક અન્ય યૂઝરે લખ્યું ‘લાંબા સમય બાદ સોનૂ અને ગોલી એકસાથે. જેમ કે અમે જાણીએ છીએ કે શરૂઆતમાં ઝીલ મહેતાએ શોમાં સોનૂ ભિડેની ભૂમિકા ભજવી હતી. તે ૨૦૦૮થી ૨૦૧૩ સુધી પાંચ વર્ષ માટે શોનો ભાગ હતો. ૨૦૧૩ માં તેમણે નિધિ સાથે બદલી દેવામાં આવી હતે.
તેમણે સોનૂને છ વર્ષ એટલે ૨૦૧૩ થી ૨૦૧૯ સુધી ભજવી. અને અત્યાર સુધી પલક સિધવાની આ પાત્ર ભજવી રહી છે. તમને યાદ અપાવી દઇએ કે તારક મહેતાની બાકી ટીમ તાજેતરમાં એક લગ્નમાં સાથે જાેવા મળી છે. શોની અભિનેત્રી પ્રિયા આહૂજા અને ડાયરેક્ટર રાજવ માલદાએ પોતાની ૧૦મી એનિવર્સિરી પર ફરીથી લગ્ન કર્યા. આ લગ્નમાં ટીમના સભ્ય મસ્તી કરતા જાેવા મળ્યા હતા.SSS