કારમાં રાખેલી પાણીની બોટલને કારણે એન્જીનિયર યુવકે જીવ ગુમાવ્યો
નવીદિલ્હી, એક નાની અમથી ભૂલ ક્યારેક માણસને ભારે પડી શકે છે. આવી જ ઘટના નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે પર બની છે. જ્યા કારમાં પાણીની બોટલના કારણે એક એન્જીનિયરનું અકસ્માતમાં મોત થયું છે.
દિલ્હીનો રહેવાસી એન્જીનિયર અભિષેક ઝા મિત્રો સાથે કારમાં ગ્રેટર નોઇડા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અભિષેકની ગાડી રસ્તા પર ઉભેલા ટ્રક સાથે ટકરાઇ હતી. જેના કારણે એન્જીનિયર યુવકનું મોત થયું હતું. જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે દુર્ઘટના માટે કારમાં રહેલી એક પાણીને બોટલને જવાબદાર ગણાવી છે.
પોલીસના મતે અભિષેક કાર ચલાવી રહ્યો હતો. તે સમયે સામે એક ટ્રક ઉભો હતો. ટ્રકને નજીક જાેઈને અભિષેકે કારને બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો. જાેકે બ્રેક પેડલના નીચે પાણીની બોટલ હોવાના કારણે બ્રેક લાગી ન હતી અને ગાડી ટ્રક સાથે ટકરાઇ હતી અને અકસ્માતમાં અભિષેકનું મોત થયું હતું. કાર ચલાવતા સમયે પાણીની બોટલ બ્રેક પેડલની નીચે આવી ગઈ હતી.
પોલીસે જણાવ્યું કે આ ઘટના સેક્ટર ૧૪૪ની પાસે બની હતી. જેમાં કાર ચલાવી રહેલા અભિષેકનું મોત થયું છે. જાણકારી પ્રમાણે અભિષેક ઝા ગ્રેટર નોઇડાની એક કંપનીમાં એન્જીનિયર હતો. અભિષેક પોતાના મિત્ર સાથે રેનોલ્ટ ટ્રાઇબર ગાડી લઇને નોઇડાથી ગ્રેટર નોઇડા નીકળ્યા હતા.
સોશિયલ મીડિયાપર યૂનિક સેલ્ફી પાડવાનો શોખે બે લોકોના જીવ લીધા છે. આ ઘટના ઉત્તરાખંડના રુદ્રપુરમાં બની છે. અહીં બે મિત્રો ચાલતી ટ્રેન આગળ સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જે દરમિયાન ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. જેમાં બન્નેના ઘટનાસ્થળે મોત થયા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ પછી બન્નેની લાશ પરિવારજનોને સોંપી દીધી છે. બન્નેની ઓળખ લોકેશ લોહની (૩૫ વર્ષ) અને મનીષ કુમાર (૨૫) ના રૂપમાં થઇ છે.
બતાવવામાં આવી રહ્યું છે કે ચાલતી ટ્રેન સામે ઉભા રહીને સેલ્ફી લઇ રહ્યા હતા. ટ્રેનની સ્પીડનો અંદાજ લગાવી શક્યા ન હતા અને આ ઘટના બની હતી. ટ્રેનની ટક્કર લાગ્યા પછી લોકેશ અને મનીષ દૂર ફેંકાયા હતા.HS