કોંગ્રેસ આગામી ૨૫ વર્ષ સુધી વિપક્ષમાં બેસશેઃ યેદિયુરપ્પા

બેંગલુરુ, દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એક વિશાળ લહેર હોવાનો દાવો કરતા, પાર્ટીના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીને જાહેર સમર્થન મળી રહ્યું છે અને કોંગ્રેસ આગામી ૨૫ વર્ષ સુધી વિપક્ષમાં બેસશે.
કર્ણાટકમાં કોંગ્રેસની હાલત ખુબજ ખરાબ છે યેદિયુરપ્પાએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસની હાલત ખુબજ ખરાબ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના કાર્યોમાં નિષ્ફળ નિવડ્યા છે.
આ બાબતે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે, ખડગેએ વિચારીને બોલવું જાેઈએ જ્યારે આખી દુનિયા મોદીની પ્રશંસા કરી રહી છે.૨૦ સ્ન્ઝ્ર બેઠકો માંથી ૧૬ પર જીતની આશા કરી વ્યક્ત.
કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુલામ નબી આઝાદે પણ કહ્યું છે કે આગામી વખતે કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ જ સત્તામાં આવશે. આવી સ્થિતિમાં મલ્લિકાર્જુન ખડગે આવી ટિપ્પણીઓ કરી રહ્યા છે તો તેમની વાત કોણ સાંભળશે. આ મહિનાની ૧૦ તારીખે રાજ્યની ૨૦ સ્થાનિક સંસ્થાઓમાં ૨૫ એમએલસી બેઠકો પર યોજાનારી ચૂંટણી અંગે, ભાજપના નેતાએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે, ભાજપ ઓછામાં ઓછી ૧૬ બેઠકો પર જીત મેળવશે.HS