સેન્સેક્સ ૯૪૯, નિફ્ટીમાં ૨૮૪ પોઈન્ટનો મોટો કડાકો

મુંબઈ, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ અને વૈશ્વિક પરિબળોને કારણે ઉદ્ભવતા ભયને કારણે, સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૯૪૯.૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬,૭૪૭.૧૪ પર બંધ રહ્યો હતો.
બીજી તરફ, એનએસઈ નિફ્ટી ૨૮૪.૪૫ પોઈન્ટ ઘટીને ૧૬,૯૧૨.૨૫ પર છે. સેન્સેક્સમાં લિસ્ટેડ તમામ ૩૦ કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા છે. ઇન્ડસઇન્ડ બેન્કમાં સૌથી વધુ ૩.૭૫ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. બજાજ ફિનસર્વનો શેર પણ ૩.૪૩ ટકા તૂટ્યો હતો.
ભારતી એરટેલ અને ટીસીએસના શેર લગભગ ૩ ટકા ઘટીને બંધ થયા છે. એનટીપીસી, મારુતિ, ડૉ. રેડ્ડીઝ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રાના શેર ૨ ટકાથી વધુ ઘટીને બંધ થયા હતા.
સોમવારે સવારે સેન્સેક્સ ૫૭,૭૭૮.૦૧ પર ખુલ્યો હતો. તે સમગ્ર દિવસના વેપારમાં ૫૭,૭૮૧.૪૬ ની ઊંચી અને ૫૬,૬૮૭.૬૨ ની નીચી સપાટીએ ગયો.
શુક્રવારે સેન્સેક્સ ૭૬૪.૮૩ પોઈન્ટ ઘટીને ૫૭,૬૯૬.૪૬ પર બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી વિશે વાત કરીએ તો, નિફ્ટી પરના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. સૌથી મોટો ઘટાડો આઈટી શેરોમાં આવ્યો છે. નિફ્ટી પર યુપીએલ વધ્યો હતો, જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા કન્ઝ્યુમર, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ અને ટીસીએલ સૌથી વધુ ઘટ્યા હતા. શુક્રવારે નિફ્ટી ૨૦૪.૯૫ પોઈન્ટ ઘટીને ૧૭,૧૯૬.૭૦ પર બંધ થયો હતો.SSS