નડિયાદમાં ગાંધીજયંતિએ સ્વચ્છતા માટે મેરેથોન યોજાશે
સરદાર પટેલ ભવન ખાતેથી શિક્ષણમંત્રી – મુખ્યદંડક – સાંસદ કરાવશે પ્રસ્થાન
નડિયાદ-મંગળવારઃ આવતીકાલ તા. ૦૨/૧૦/૨૦૧૯ ને ગાંધીજયંતિના રોજ જિલ્લાના તમામ ગામો/ગ્રામ પંચાયતો/નગરપાલિકા વિસ્તારમાં મહાશ્રમદાન અને સ્વચ્છતા શપથ કાર્યક્રમ તથા ફિટ ઇન્ડીયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ખેડા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવારે ૯/૦૦ કલાકે સરદાર પટેલ ભવન, નડિયાદ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મુખ્યદંડકશ્રી પંકજકુમાર દેસાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, તથા પદાધિકારીઓ પણ હાજર રહેશે.
જે અન્વયે ફિટ ઇન્ડીયા પ્લોગીગ મેરેથોન રન યોજાશે. માર્ગમાં આવતા તળાવો, ઘરો-શેરીઓ, દુકાનો, જાહેર સ્થળો અને રસ્તા પરથી પ્લાસ્ટીક કચરો એકત્ર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગામના પદાધિકારીઓ, આગેવાનો, શાળાના આચાર્ય, શિક્ષકો, તલાટી કમ મંત્રીઓ, આંગણવાડી વર્કર, સખીમંડળની બહેનો, આશા વર્કર, સ્વચ્છતાગ્રહી દ્વારા પ્લાસ્ટિક એકત્રીકરણ માટે શ્રમદાન તેમજ આ સ્વચ્છતા ચળવળમાં તમામ નાગરિકો, સ્વચ્છતા માટેના શપથ લેવડાવવામાં આવશે.