Western Times News

Gujarati News

‘ગાંધીજી’ વિષયક  શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન

પ્રથમ ઇનામ ૨ લાખ, દ્રિતીય ઇનામ ૧ લાખતૃતિય ઇનામ ૫૦ હજારનો પુરસ્કાર. –દરેક કેટેગરીમાં ૫૦ હજારના ત્રણ સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર

નડિયાદ- પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે ગુજરાત સરકાર-માહિતી નિયામક્ની કચેરી દ્વારા એક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ શોર્ટ ફિલ્મ  સ્પર્ધાનો વિષય “ ગાંધીજી”  રાખવામાં આવ્યો છે. કુલ ચાર  કેટેગરીમાં (૧) પ્રોફેશનલ ફિલ્મ મેકર્સ  (૨) અમેચ્યોર ફિલ્મ મેકર્સ  (૩) સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટ (૪) માહિતી ખાતાના પૅનલ પરના પ્રોડયુસર ભાગ લઇ શક્શે. તેમજ વિજેતાને પ્રથમ ક્રમે – રૂ. ૨,૦૦,૦૦૦/- દ્રિતીય ક્રમે  રૂ. ૧,૦૦,૦૦૦/- તૃતીય ક્રમે  રૂ. ૫૦,૦૦૦/- અને દરેક કેટેગરીમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડના રૂા.૫૦,૦૦૦/-ના ત્રણ  પુરસ્કાર આપવામાં આવશે.

આ શોર્ટ ફિલ્મની અવધિ : લધુતમ ૧ મિનિટ અને મહત્તમ ૨ મિનિટની જ રાખવામાં  આવી છે.  શોર્ટ ફિલ્મ મોકલવાની છેલ્લી તારીખ ૨૫-૧૦-૨૦૧૯ સુધીની જ  છે. આ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ફિલ્મ સર્જકો માટે  નિયત ફોર્મ,  બાંહેધરી પત્રક અને માર્ગદર્શિકા  www.gujaratinformation.net  ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.