વડોદરા દુષ્કર્મ કેસ: રિપોર્ટમાં પીડિતા યુવતી પર દુષ્કર્મ થયું ન હોવાનો ઘટસ્ફોટ
વડોદરા, શહેરમાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત મામલે આજે એક મોટો વળાંક આવ્યો છે. વડોદરામાં યુવતી પર દુષ્કર્મ થયું છે કે કેમ તેનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. પરંતુ રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે, જેના કારણે ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરાની પીડિતા યુવતીનો એફએસએલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર એફએસએલ દ્ધારા રેલવે પોલીસને આજે રિપોર્ટ સુપરત કરાયો છે. એફએસએલ રિપોર્ટમાં પીડિતા યુવતી પર દુષ્કર્મ થયું ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.
તમને જણાવી દઈએ કે વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત કેસમાં પોલીસે ગેંગરેપનો ગુનો સાયોગિક, મેડિકલ અને ઓરલ પુરાવાઓના આધારે દાખલ કર્યો હતો. યુવતીના પીએમ રિપોર્ટમાં શરીર પર ઈજાના નિશાનો મળ્યા હતા.
જેના કારણે આ સમગ્ર ગૂંચવણ ઉભી થઈ હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત મામલે ગાંધીનગર એફએસએલ રિપોર્ટમાં જે સામે આવ્યું છે જેણે સાંભળીને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
વડોદરામાં દુષ્કર્મ કેસમાં આજે એકાએક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આજે ગાંધીનગર એફએસએલ દ્વારા રેલવે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. એફએસએલ રિપોર્ટના ખુલાસો પ્રમાણે યુવતી પર દુષ્કર્મ થયું નથી.
પરંતુ બીજી બાજુ મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની નોંધ કરી હતી, ત્યારે એફએસએલ રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવતા અનેક મોટા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.
વડોદરામાં સામૂહિક દુષ્કર્મ મામલે હજુ પણ પોલીસના હાથ ખાલી છે. એક મહિના કરતા વધુ સમય વીતી ગયા પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. દુષ્કર્મની ઘટના બાદ ટ્રેનમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો અને તેનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયો પરથી હત્યા થઇ હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી.
નિષ્ણાંતોના મતે ગળુ દબાવ્યુ હોય તો ગોળ નિશાન પડે છે. પરંતુ ફાંસાના લીધે શ્વાસ રૂંધાવાથી યુવતીનું મોત નિપજયુ હોવાનો રિપોર્ટ આવી જતા હવે યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકાને કોઇ સ્થાન રહેતુ નથી તેવુ રેલવે એસપી પરીક્ષીતા રાઠોડે જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીયછે કે તાજેતરમાં જ વડોદરામાં સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં યુવતીના ફાંસો ખાધેલી હાલતમાં બતાવાઇ હતી.
જેમાં યુવતીના પગ કોચની ફર્સને અડકેલા બતાવાયા હતા. વીડિયોને જાેતા દરેકના મનમાં યુવતીની હત્યા કરી લટકાવી દેવામાં આવી હોવા તરફ શંકા દર્શાવાઇ હતી. જાેકે હવે યુવતીએ આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થઇ ગયુ છે.SSS