મોદી સંસદને ડિક્ટેટરની જેમ ચલાવવા માગે છેઃ ખડગે
નવી દિલ્હી, સંસદના શિયાળુ સત્રમાં આજે પણ રાજ્યસભામાં હોબાળો ચાલુ જ રહ્યો છે.વિપક્ષી સાંસદોના હોબાળાના પગલે રાજ્યસભાને બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ આજે પણ સંસદના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા કર્યા હતા.તેમનુ કહેવુ હતુ કે, જ્યાં સુધી સસ્પેન્શન રદ નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. દરમિયાન કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ હતુ કે, જ્યાં સુધી સાંસદોનુ સસ્પેન્શન પાછુ નહીં ખેંચાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
સાંસદો સાથે અમે પણ ધરણા પર બેસવાના છે.સરકાર જે રીતે ચાલી રહી છે તે ડિક્ટેટરશિપ જ છે.પીએમ મોદી સંસદને ડિક્ટેટરની જેમ ચલાવવા માંગે છે. દરમિયાન ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા લોકસભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યો હતો.આ પહેલા રાહુલ ગાંધીએ ક્હ્યુ હતુ કે ,માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર અને નોકરી આપવામાં આવે.SSS