અંબાજી ખાતે બાલા ત્રિપુરા સુંદરી મંદિરમાં માગશર સુદ બીજની ભવ્ય ઉજવણી

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા અનેક મંદિરો અંબાજી માં આવેલા છે બાલા ત્રિપુરા સુંદરી નું પૌરાણિક મંદિર યાત્રાધામ અંબાજી ખાતે આવેલું છે બહુચર માના ગોખે અવાર નવાર ભક્તો દ્વારા લાડુનો ગોખ ભરવામાં આવતો હોય છે
જ્યારે વાત કરીએ તો માગશર સુદ બીજના દિવસે શ્રી અંબાજી આનંદ ગરબા પરિવાર દ્વારા વર્ષોથી બાલા ત્રિપુરાસુંદરી (બહુચમાં) માતાજી ના મંદિર ખાતે માતાજીને રસ રોટલી તથા લાડુનો ગોખ માગશર સુદ બીજ નિમિત્તે ભરવામાં આવે છે અને માગશર સુદ બીજ ની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે છે
દરેક મંડળના સભ્યો દ્વારા માઁ બહુચ ના આનંદ ગરબા ના પાઠ કરવામાં આવે છે અને નાચતા ગાતા માની ભક્તિ માં લીન થઈને માગશર સુદ બીજની ઉજવણી કરવામાં આવે છે માગશર સુદ બીજ નો શું છે મહત્વ ઃ આજથી આશરે સાડા ત્રણસો વર્ષ પૂર્વે સંવત ૧૭૩૨ની માગશર સુદ
બીજની તિથિએ ભરશિયાળામાં બહુચરાજીએ પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની ટેક રાખવા કૃપા કરીને ભરશિયાળે રસ-રોટલીનો જમણવાર કરાવવાનો સંકલ્પ પાર પાડ્યો હતો. ત્યારથી દર વર્ષે તિથિએ નવાપરાના બહુચરાજી ખાતે રસ-રોટલીના પ્રસાદ સાથે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે.*