પશુ અત્યાચારના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ) ગોધરા, જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન અને સુચના મુજબ એલ.સી.બી પોલીસ ટીમના પી.આઈ. કે.પી.જાડેજાને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સુચન કરવામા આવ્યુ હતૂ.
જેમા ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા (Godhra) બી ડીવીઝનમાં જેની સામે પશૂ અત્યાચારના ગૂનાઓ નોંધાયા છે તે વોન્ટેડ આરોપી મહેબુબ અબ્દુલ્લા સબુરીયા (Wanted Mehboob Abdulla Saburiya) તેના ઘરે હોવાની મળેલી બાતમી આધારે આઇ.એ.સીસોદીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા
એલ.સી.બી. સ્ટાફના માણસો ગોધરા ગોન્દ્રા વિસ્તારમાં આરોપીના ઘરે જઇ તપાસ કરતા બાતમી મુજબનો આરોપી મળી આવતા તેને પકડી પાડી તેનુ નામ પુછતા તેણે પોતાનું નામ મહેબુબ અબ્દુલ્લા સબુરીયા જણાવ્યુ હતૂ.તેમજ આરોપીની અટકાયત કરી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપી કાયદેસરની કાર્યવાહ હાથ ધરવામા આવી હતી.