Western Times News

Gujarati News

અમદાવાદ શહેરના ૧૧૦૦ બાળકો ડેન્ગ્યુની ઝપટમાં

ચીકનગુનિયામાં રેકોર્ડ બ્રેક ૧૬૩૦ કેસ નોંધાયા: મચ્છરજન્ય રોગચાળાના કેસની સંખ્યા ૬ હજારને આંબી ગઈ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના રોગચાળાનો આતંક વધી રહયો છે. ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો ભરાવો તેમજ સમયસર સફાઈના અભાવે મચ્છરોની ઉત્પતિમાં વધારો થયો છે જેના પરીણામ સ્વરૂપે ડેન્ગ્યુ તથા ચીકનગુનિયા જેવા જીવલેણ રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો નોંધાયો છે.

એક અંદાજ મુજબ ર૦૧પ બાદ પ્રથમ વખત ચીકનગુનીયાના સૌથી વધુ કેસ ર૦ર૧માં નોધાયા છે જયારે ર૦ર૦ની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં સાત ગણો વધારો થયો છે. ડેન્ગ્યુની ઝપટમાં ૧૧૦૦ કરતા વધુ નવજાત શિશુ આવી ગયા છે જયારે ૧પ કે તેથી વધુ વયના ૧૯૦૦ જેટલા નાગરિકો ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં ડેન્ગ્યુના કારણે બે મૃત્યુ પણ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે ચાલુ વર્ષમાં ૪ ડીસેમ્બર સુધી ડેન્ગ્યુના ર૯૯૯ કેસ કન્ફર્મ થયા છે. ર૦ર૦ના સમગ્ર વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના માત્ર ૪૩ર કેસ નોંધાયા હતા જયારે ર૦૧પથી ર૦ર૦ સુધીના વર્ષ દીઠ ડેન્ગ્યુના કેસની સંખ્યા જાેવામાં આવે તો ર૦૧પમાં ર૧૬પ કેસ, ર૦૧૬માં ર૮પર, ર૦૧૭માં ૧૦૭૯, ર૦૧૮માં ૩૯૩પ, ર૦૧૯માં ૪પ૪૭ તથા ર૦ર૦માં ૪૩ર કેસ નોંધાયા હતા.

નિષ્ણાતોના મંતવ્ય મુજબ ડેન્ગ્યુના કેસ સપ્ટેમ્બરથી ડીસેમ્બર સુધીના સમયગાળામાં વધુ નોધાય છે. તેથી ર૦ર૧માં પણ ડેન્ગ્યુના કુલ કેસની સંખ્યા ચાર હજાર આસપાસ શકે છે. ચાલુ વર્ષે ડેન્ગ્યુના કારણે બે મૃત્યુ થયા છે વસ્ત્રાલ વિસ્તારના ૧૬ વર્ષના કિશોર તથા નારોલમાં માત્ર બે વર્ષના બાળકનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયુ છે.

ર૦ર૧ના વર્ષમાં ૪ ડીસૈમ્બર સુધી ડેન્ગ્યુના ર૯૯૯ કેસ નોંધાયા છે જે પૈકી શૂન્યથી એક વર્ષ સુધીના ૯૪ નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. જયારે ૧ થી ૪ વર્ષની વય જુથમાં ર૪૬, પ થી ૮ ની વય જુથમાં ર૮૭ તેમજ ૯ થી ૧૪ વય જુથમાં ૪૭૩ બાળકો ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. જયારે ૧પ કે તેથી વધુ વયના ૧૯૦૦ નાગરીકો ડેન્ગ્યુના સકંજામાં આવ્યા છે. ડેન્ગ્યુના કુલ ર૯૯૯ કેસમાં ૧૬ર૦ પુરુષ દર્દી અને ૧૩૭૯ મહીલા દર્દીનો સમાવેશ થાય છે.

શહેરમાં ડેન્ગ્યુની માફક ચીકનગુનીયાના કેસ પણ સતત વધી રહયા છે. ર૦ર૧માં ડીસેમ્બર સુધી ચીકનગુનીયાના ૧૬૩૦ કેસ નોંધાયા છે. જે છેલ્લા ૧પ વર્ષમાં સૌથી વધુ છે. ર૦૧પના વર્ષમાં ચીકનગુનીયાના ૧૪, ર૦૧૬માં ૪૪૭, ર૦૧૭માં રપ૭, ર૦૧૮માં ૧૯૪, ર૦૧૯માં ૧૮૩ તથા ર૦ર૦માં ૯ર૩ કેસ નોંધાયા હતા.

ર૦ર૦ના સમગ્ર વર્ષ દરમ્યાન ૯ર૩ કેસ કન્ફર્મ થયા હતા જેની સામે ર૦ર૧માં ૪ ડીસેમ્બર સુધી જ ૧૬૩૦ કેસ નોંધાયા છે. જે વર્ષના અંત સુધી ર૦૦૦ થવાની પૂર્ણ શક્યતા છે. ચીકનગુનીયા અને ડેન્ગ્યુની માફક સાદા અને ઝેરી મેલેરીયાના કેસ પણ વધી રહયા છે. ર૦ર૧માં ૪ ડીસેમ્બર સુધી સાદા મેલેરીયાના ૯૭૯ તથા ઝેરી મેલેરીયાના ૧૩૧ કેસ નોંધાયા છે.

ર૦ર૦ના વર્ષ દરમ્યાન સાદા મેલેરીયાના ૬૧૮ તથા ઝેરી મેલેરીયાના ૬૪ કેસ નોંધાયા હતા. આમ ચાલુ વર્ષે ઝેરી મેલેરીયાના કેસ પણ બમણા થયા છે.શહેરમાં છેલ્લા દોઢ મહિનામાં જ ચીકનગુનીયાના ૭૦૦ અને ડેન્ગ્યુના ૧૦૦૦ કેસ નોંધાયા છે
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સાથે- સાથે પાણીજન્ય રોગચાળો પણ બેકાબુ બની રહયો છે.

ર૦ર૧માં ઝાડા ઉલ્ટીના ૩૪૯૩, કમળાના ૧૩ર૧, ટાઈફોઈડના ર૦૪૬ તથા કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા સપ્લાય થતા દુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વકરી રહયો હોવાનું માનવામાં આવે છે. ર૦ર૦ના વર્ષ દરમ્યાન કમળાના માત્ર ૬૬૪ અને કોલેરાના શૂન્ય કેસ કન્ફર્મ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.