હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવેલો યુવક ફરાર થયો
અમદાવાદ, દુનિયાભરમાં અત્યારે કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને કારણે ફફડાટ મચી ગયો છે. તંત્ર દ્વારા આ સંક્રમણને રોકવાના પ્રયત્ન કરવામાં આવે છે. ભારતમાં પણ વિવિધ રાજ્ય સરકારો દ્વારા વિદેશથી આવેલા લોકો માટે નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ ઘણાં લોકો હજી પણ સ્થિતિની ગંભીરતાને સમજતા નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વાસણા વિસ્તારમાં રહેતા દીપ શાહના ઘરે એકાએક પહોંચી તો તેમને જાણવા મળ્યું કે દીપ શાહ ઘરમાં હાજર નથી. દીપ શાહ તાજેતરમાં જ તુર્કીથી પાછા ફર્યા હતા અને કોરોના પ્રોટોકોલના ભાગ રુપે તેમણે ઘરમાં ક્વોરન્ટાઈન થવાનુ હતું.
તેમને ચેતવણી આપવામાં આવી હતી કે જાે આઈસોલેશનના નિયમોનું ઉલ્લંઘન કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દીપ શાહના પરિવારે પોલીસને જણાવ્યું કે તેઓ કાર રીપેર કરાવવા માટે બહાર ગયા છે તો પોલીસે વાસણા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
પ્રવીણનગર-વાસણા અર્બન હેલ્થ સેન્ટર પર ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર હાર્દિક મેવાડાએ પોલીસને જણાવ્યું કે, સદાનંદ સોસાયટીમાં રહેતા દીપ શાહ ૨ ડિસેમ્બરના રોજ તર્કીથી આવ્યા હતા. કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનના સંક્રમણને અટકાવવા માટેના પ્રોટોકોલના ભાગ રુપે તેમને ૧૪ દિવસ સુધી ઘરમાં રહેવાની સુચના આપવામાં આવી હતી.
તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જાે નિયમોનો ભંગ કરશે તે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ૪ ડિસેમ્બરના રોજ એએમસી મેડિક ટીમ દ્વારા તેમના ઘરે આઠ વાગ્યે ઓચિંતી મુલાકાત લેવામાં આવી અને ખબર પડી કે તે ઘરે હાજર નથી. પરિવારના સભ્યોએ કહ્યું કે કાર રિપેર કરાવવા માટે ગયા છે. લગભગ સવા આઠ વાગ્યે તેઓ પાછા ફર્યા.
આ પ્રકારનું કૃત્ય અસ્વીકાર્ય છે, માટે મેડિકલ ઓફિસરે વાસણા પોલીસને SOPની કલમ અંતર્ગત પબ્લિક સર્વન્ટ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલી સુચનાનું પાલન ન કરવા બદલ ગુનો નોંધવાનુ કહ્યું. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમીક એક્ટ અંતર્ગત પણ ગુનો દાખલ કરવામાં આવશે.SSS