Western Times News

Gujarati News

યુવક સાથે સંબંધ બાંધીને કરોડોની ખંડણી માગી

રાજકોટ, પહેલા કેળવી મિત્રતા અને પછી બાંધ્યો શારિરીક સબંધ અને પછી કર્યો વિશ્વાસધાત. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એક ઘાર્મિક સંસ્થામાં રસોયા તરીકે કામ કરતા એક વ્યક્તિનો બિભત્સ વીડિયો બનાવીને પાંચ જેટલા શખ્સોએ ૪ કરોડની ખંડણી માંગી અને જાે ખંડણી નહિ આપે તો તેનો વીડિયો વાયરલ કરીને તેને અને તેની સંસ્થાને બદનામ કરવાની ધમકી આપી હતી.

જાે કે આખો મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચતા હનીટ્રેપના આ કિસ્સાનો પર્દાફાશ થયો. રાજકોટનમાં ગે હનીટ્રેપનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી એક ધાર્મિક સંસ્થાના એક સેવક દ્વારા પોલીસને તેનો બિભસ્ત વિડીયો બનાવીને વાયરલ નહિ કરવા માટે ૪ કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ કરી હતી.

ફરિયાદીએ પોલીસને કેટલાક ફોન રેકોર્ડિંગ અને મોબાઇલ નંબર આપ્યા હતા. જેના આઘારે પોલીસે ચીમન ઉર્ફે મુન્નો ગોહિલ, મનોજ ઉર્ફે અભય રાઠોડ, ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગોહિલ અને કિશોર ગોહિલની ધરપકડ કરી છે.

જાે કે વીડિયો ઉતારનાર અને આખી હનીટ્રેપનું છટકું ગોઠવનાર પોલીસ પકડથી બહાર છે. પોલીસના કહેવા પ્રમાણે હનીટ્રેપનું છટકું ગોઠવનારે વીડિયો ઉતાર્યા બાદ કિશોરસિંહ ગોહિલ નામના વ્યક્તિએ આખો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ઝોન-૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે, હનીટ્રેપનો માસ્ટરમાઈન્ડ કિશોરસિંહ ગોહિલ એક સંસ્થામાં ભોજન માટે જતો હતો. ત્યારે તેને રસોડાના સેવક સાથે મિત્રતા કેળવી હતી.

આ યુવક સંસ્થામાં બંને ટાઇમ ભોજન માટે જમવા માટે જતો હતો. આ મિત્રતા ચેટિંગ સુધી પહોંચી હતી અને બંને મળવા લાગ્યા હતા. બંને વચ્ચેની મિત્રતા શારીરિક સબંધમાં પરિણમી હતી અને સેવક સાથે શારીરિક સબંધ બાંધતો.

આ શારીરિક સંબંધનો તેણે બિભસ્ત વીડિયો ઉતાર્યો હતો. વીડિયો ઉતારીને કિશેરસિંહે ચાર શખ્સો સાથે મળીને સેવક પાસેથી ૪ કરોડની ખંડણી માંગી હતી અને છેલ્લે દોઢ કરોડ રૂપિયા આપવાની માંગ કરી હતી. ખંડણી મંગાતા જ યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના બાદ પોલીસે તમામની ધરપકડ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.