5G ટેલીકોમ સેવાને રાષ્ટ્રીય પ્રાથમીકતા જરૂરી: મુકેશ અંબાણી
ટેલીકોમ વિભાગે ટુ-જીમાંથી હવે ફોર-જી અને 5G તરફ માઈગ્રેડ થવું જોઈએ: રિલાયન્સ જીઓના ચેરમેનની સ્પષ્ટ વાત
મુંબઈ, દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રીલાયન્સ જીયોના ચેરમેન મુકેશ અંબાણીએ હવે ટેલીકોમ ફેકટરમાં ટુ-જી સેવાઓનો અંત લાવીને ફોર-જી અને ફાઈવ-જી તરફ ઝડપથી ટેલીકોમ કંપનીઓ વળે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. એક સંકેતમાં તેમણે કહ્યું કે આ ઉપરાંત ફાઈવ-જી સેવા લોન્ચ કરવી એ કોઈ કંપનીના એજન્ડા કરતા રાષ્ટ્રીય એજન્ડા હોવો જોઈએ.
જેના કારણે લોકોને આ સેવાના લાભો ઝડપથી મળતા રહેશે. દેશમાં ટુ-જી ફોન એ પ્રાયમરી ફોન સેવા છે જેમાં ફકત કોલીંગ અને એસએમએસની સુવિધા મળે છે જયારે હવે દેશમાં સ્માર્ટફોનની સંખ્યા સતત વધી રહી છે તેથી ટુ-જી જે બેઝીક સેવાઓ છે તેના ગ્રાહકો ઘટી રહ્યા છે. જો કે ટેલીકોમ કંપનીઓના સૂત્રોના જણાવ્યા મુજબ ટુ-જી સેવા એ આવશ્યક છે.
ખાસ કરીને એન્ટ્રી લેવલના અને બહુ ઓછા નાણા ખર્ચી શકતા લોકો માટે ટુ-જી સેવા પણ મહત્વની છે. મુકેશ અંબાણી ‘કનેકટીવીટી ફોર નેકસ્ટ ડીકેડ’ અંગે આયોજીત એક સમારોહમાં મંતવ્ય વ્યક્ત કરતા હતા. તેમણે કહ્યું કે રીલાયન્સ જીયો હાલ ફોર-જી અને ફાઈવ-જી કનેકટીવીટી પર જોર કરી રહ્યું છે અને અમો તેના માટે ભારતીય સીસ્ટમ તૈયાર કરી છે. તેમણે કહ્યું કે ભારતમાં સૌને પોસાય શકે તેવી મોબાઈલ સેવા વધુ મહત્વની છે.