ભારતે વર્ટિકલી લોંચ્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું

ભુવનેશ્વર, ભારતે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ‘વર્ટિકલી લોંચ્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ’ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRD)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિસાઈલ લગભગ ૧૫ કિમીના અંતરે સ્થિત દુશ્મનોના નિશાનને ખતમ કરી શકે છે.
ડીઆરડીઓએ જણાવ્યું છે કે VL-SRSAM ને ભારતીય નૌકાદળ માટે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય દરિયાઇ-સ્કિમિંગ લક્ષ્યો સહિત સરહદ પરના વિવિધ હવાજન્ય જાેખમોને નિષ્ક્રિય કરવાનો છે.
ડીઆરડીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ખૂબ જ ઓછી ઉંચાઈ પર સ્થિત ઈલેક્ટ્રોનિક લક્ષ્યને નષ્ટ કરવા માટે આ મિસાઈલને વર્ટિકલ લોન્ચરથી છોડવામાં આવી હતી.HS