Western Times News

Gujarati News

ક્રૂર હત્યા બદલ બાંગ્લાદેશે યુનિવર્સિટીના ૨૦ વિદ્યાર્થીઓને ફાંસીની સજા ફટકારી

ઢાકા, સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરનાર યુવકની ૨૦૧૯ની ક્રૂર હત્યા બદલ બાંગ્લાદેશે બુધવારે યુનિવર્સિટીના ૨૦ વિદ્યાર્થીઓને ફાંસીની સજા ફટકારી હતી. ૨૧ વર્ષીય અબરાર ફહાદનો મૃતદેહ તેની યુનિવર્સિટીના છાત્રાવાસમાંથી મળી આવ્યો હતો જ્યારે તેણે ભારત સાથે જળ વહેંચણીના કરાર પર હસ્તાક્ષર કરવા બદલ વડા પ્રધાન શેખ હસીનાની નિંદા કરતી ફેસબુક પોસ્ટ લખી હતી.

સત્તારૂઢ આવામી લીગના સ્ટુડન્ટ વિંગ, બાંગ્લાદેશ સ્ટુડન્ટ લીગ (બીસીએલ)ના સભ્ય એવા ૨૫ વિદ્યાર્થીઓએ તેને ક્રિકેટના બેટ અને અન્ય તીક્ષ્ણ વસ્તુઓ સાથે છ કલાક સુધી માર માર્યો.

ફહાદના પિતા બરકત ઉલ્લાહે ચુકાદા બાદ કોર્ટની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, હું ચુકાદાથી ખુશ છું. “હું આશા રાખું છું કે સજા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે.” પ્રોસિક્યુટર અબ્દુલ્લા અબુએ જણાવ્યું હતું કે બાકીના પાંચ અપરાધીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ફાંસીની સજા પામેલા તમામની ઉંમર ૨૦ થી ૨૨ વર્ષની વચ્ચે હતી અને તેઓ ફહાદની સાથે બાંગ્લાદેશ યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં ભણ્યા હતા. બચાવપક્ષમાંથી ત્રણ હજુ પણ ફરાર છે જ્યારે બાકીના કોર્ટરૂમમાં હતા. બચાવપક્ષના વકીલે કહ્યું કે સજા સામે અપીલ કરવામાં આવશે.

ફહાદે ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી જે તેના મૃત્યુના કલાકો પહેલા વાયરલ થઈ હતી. તેમાં, તેમણે એક કરાર પર હસ્તાક્ષર કરવા બદલ સરકારની ટીકા કરી હતી જેણે ભારતને બંને દેશોની સરહદ પર આવેલી નદીમાંથી પાણી લેવાની મંજૂરી આપી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લીક થયેલા સીસીટીવી ફૂટેજમાં – ફહાદને કેટલાક બીસીએલ કાર્યકરો સાથે છાત્રાવાસમાં ફરતો જાેવા મળ્યો હતો. લગભગ છ કલાક પછી, વિદ્યાર્થીઓ દ્વારા તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

તાજેતરના વર્ષોમાં તેના કેટલાક સભ્યો પર હત્યા, હિંસા અને ગેરવસૂલીનો આરોપ લાગ્યા બાદ મ્ઝ્રન્ કુખ્યાત બન્યું છે. ૨૦૧૮ માં, તેના સભ્યોએ કથિત રીતે સરકાર વિરોધી વિદ્યાર્થીઓના વિરોધને દબાવવા માટે હિંસાનો ઉપયોગ કર્યો હતો.

એક સ્પીડિંગ બસ દ્વારા એક વિદ્યાર્થીનું મોત થયા બાદ માર્ગ સલામતી અંગેના ફેલાયેલા રોષમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેખાવકારોએ હુમલાખોરોને કડકમાં કડક સજા કરવા અને બીસીએલ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

હસીનાએ હુમલા પછી તરત જ વચન આપ્યું હતું કે હત્યારાઓને “સૌથી વધુ સજા” મળશે. બાંગ્લાદેશમાં મૃત્યુદંડની સજા સામાન્ય છે અને સેંકડો લોકોને મૃત્યુદંડ આપવામા આવ્યા છે. તમામને ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવામાં આવે છે, જે બ્રિટિશ સંસ્થાનવાદી યુગનો વારસો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.