સુરતમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં સ્કૂલ બંધ, મનપાએ ફટકારી નોટીસ
સુરત, કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી હતી. પરંતુ હવે ધીમે ધીમે કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને બિલ્લી પગે ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. ગતકાલે સુરત કોર્પોરેશનમાંથી ૭ કેસ નોંધાયા છે.
જેથી આંકડો વધી ૧,૪૪,૦૮૬ પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા કેસમાં બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. સુરતના અડજાણ પાલમાં આવેલી રિવરડેલ સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં સ્કૂલને બંધ કરવામાં આવી છે.
ચાર દિવસ પહેલાં એક વિદ્યાર્થીની કોરોના આવી હતી, જે અંગે વાલીએ સ્કૂલમાં જાણકારી આપી ન હતી. વિદ્યાર્થીઓમાં કોરોના કેસ વધતાં આજે પાલિકા દ્રારા સ્કૂલ બંધ કરવા જણાવાયું છે. ૭ દિવસ માટે સ્કૂલ બંધ રાખવા માટે પાલિકા હવે નોટીસ આપશે.
રિવર ડેલ શાળાની એક વિદ્યાર્થિની છેલ્લા કેટલાક દિવસથી શાળામાં ગેરહાજર હતી.તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધોરણ-૧૧ અને ૧૨ના સાયન્સના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ અને ઇ્ઁઝ્રઇ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
જેમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સફાળું જાગી ગયું છે. ત્રણ જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતાં વિદ્યાર્થીઓ શિક્ષક બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ૬૧ નવા કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ ૩૯ દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૩૩૯ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૪ ટકાએ પહોંચી ચુક્યો છે.હાલ રાજ્યમાં કુલ ૩૭૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૯ નાગરિકો વેન્ટિલેટર પર છે.
જ્યારે ૩૬૩ નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ ૮,૧૭,૩૩૯ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૯૫ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
જાે કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં ૨૫, સુરત કોર્પોરેશન ૭, ભાવનગર કોર્પોરેશન ૬, વડોદરા કોર્પોરેશન ૫, વલસાડ ૪, જામનગર કોર્પોરેશન ૩, ખેડા-નવસારીમાં ૨-૨ કેસ નોંધાયા, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ ૬૧ કેસ નોંધાયા છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૧ ને રસીનો પ્રથમ, ૧૦૯૨ વર્કરને રસીનો બીજાે ડોઝ, ૪૫ વર્ષથી વધારે ઉંમરના ૧૨૩૩૫ નાગરિકોને રસીનો પ્રથમ, ૮૭૭૬૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૪૦૩૪૫ નાગરિકોને રસીનો પ્રથમ, ૨૪૧૧૮૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૩,૮૨,૭૪૦ રસીના ડોઝ જ્યારે કુલ ૮,૩૫,૨૬,૪૫૮ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.HS