રાજકોટમાં રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડતા ઇમરજન્સી-ઓપીડી સેવા ખોરવાઈ
રાજકોટ, સમગ્ર રાજયમાં ડોક્ટરોની હડતાળ જાેવા મળી રહી છે . ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે . ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હડતાલનો સિલસિલો યથાવત રહ્યો છે.
એક પછી એક અલગ-અલગ ચાર્જના તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં નીટ પી.જી.-૨૦૨૨ની કાઉન્સેલીંગની પ્રક્રિયા વારંવાર પાછળ ઠેલવાતાં રેસિડેન્ટ તબીબો દ્વારા ફરી હડતાલ પાડવામાં આવી છે.
જેમાં મહત્વનુ છે કે આજે રાજકોટ-જામનગરમાં રેસિડેન્ટ તબીબોએ હડતાલ પાડતાં ઇમરજન્સી અને ઓપીડી સેવાઓ ખોળવાઇ છે. જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ફરજ પરનાં રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડી છે. જેમાં ડીનને આવેદન પત્ર આપી અને કોલેજ મોર્ચામાં બેસી સૂત્રચાર કરી છે અને કાઉન્સેલીંગની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના રેસિડેન્ટ તબીબોએ પહેલા હડતાલ પાડી હતી અને તંત્ર સાથે ચર્ચા થતાં હડતાલ મોકૂફ રાખી હતી પરંતુ આજે ફરી હડતાલ પાડતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ૨૦૦ ડોક્ટરોએ હડતાલ પાડતાં ઓપીડી અને ઇમરજન્સી સેવા ખોળવાય છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ટીચર્સ તબીબો દ્વારા પોતાના લાભો પરત મેળવવા માટે હડતાળ પાડવામાં આવી રહી છે ત્યારે ફરી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર જતાં દર્દીઓ રઝળી પડ્યા છે.HS