પાટણ ખાતે ઓફિસર્સ ચેરીટેબલ અને રીક્રીએશન ચેરીટેબલ કબલ કચેરીનું ઉદ્દઘાટન
પાટણ: પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના વરદ હસ્તે ઓફિસર્સ ચેરીટેબલ અને રીક્રીએશન અને ચેરીટેબલ કલબની કચેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં કલબના ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તા.૦૧/૧૦/૨૦૧૮ ના રોજ ઓફિસર્સ કલબની શરૂઆત કરવામાં આવી હતી. ઓફિસર્સ કલબે ટૂંકા ગાળામાં સારી કામગીરી હાથ ધરી છે. જેને આજે એક પૂર્ણ થાય છે. એક વર્ષના સમયગાળામાં કરેલ કામગીરી અભિનંદનને પાત્ર છે. ઓફિસર્સ કલબ દ્વારા પ્લાસ્ટીક મુકત પાટણ માટે પણ ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવશે. કલેકટરશ્રીએ ઓફિસર્સ ચેરીટેબલ અને રીક્રીએશન અને ચેરીટેબલ કલબની સરાહના કરી હતી. આ પ્રસંગે વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.