મને લહેંગો નથી પહેરવો, હું તો જીન્સમાં ફેરા ફરીશ

નવી દિલ્હી, આજકાલ દુલ્હનના રૂપમાં યુવતીઓના અલગ-અલગ ટ્રેન્ડ ચાલે છે. અમુક બ્રાઇડ દુલ્હનનો લહેંગો પહેરીને પુશ-અપ્સ કરતી જાેવા મળે છે, તો અમુક લહેંગા નીચે સ્પોર્ટ્સ શૂઝ પહેરેલી જાેવા મળે છે.
પરંતુ એક દુલ્હન એવી છે જેણે લગ્નનો લહેંગો પહેરવાની જ ના પાડી દીધી છે! અગાઉ એક દુલ્હનનો વિડીયો વાયરલ થયો હતો, જે લગ્નના હેવી ડ્રેસથી કંટાળીને નાઇટ સૂટમાં ફેરા લેવાનું કહી રહી હતી. હવે એક વિડીયો સામે આવ્યો છે જેમાં દુલ્હન ડેનિમમાં ફેરા ફરવાનું કહેતી જાેવા મળે છે. તેનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જે દુલ્હનનો વિડીયો ઓનલાઈન સામે આવ્યો છે, તેમાં એ રેગ્યુલર જીન્સમાં ફેરા ફરવા માગે છે. વિડીયોને witty_wedding નામના Instagram Page પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણો શેર થઈ રહ્યો છે અને અત્યારસુધીમાં તેને ૭ લાખ લોકો જાેઈ ચૂક્યા છે.
વાયરલ થઈ રહેલા વિડીયોમાં દુલ્હન પોતાના લગ્નના આઉટફિટમાં છે, પરંતુ તેણે લહેંગાને બદલે સફેદ રંગની રીપ્ડ જીન્સ પહેરી છે. જ્યારે દુલ્હનના સંબંધીઓ તેને ફેરા માટે લઈ જવા રાહ જાેઈ રહ્યા હોય છે, આ દરમ્યાન દુલ્હન કહે છે કે તેને લહેંગો નથી પહેરવો અને આમ જ ફેરા માટે જવું છે.
આ સાંભળીને દુલ્હનના સંબંધીઓ હસવા લાગે છે જ્યારે તેમાંથી એક તેને લઈ જવા માટે તૈયાર પણ થઈ જાય છે. આ વીડિયોને લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ ૭ લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ અંગે લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતા વિવિધ પ્રકારની કોમેન્ટ્સ આપી છે. કોઈ દુલ્હનની ક્યુટનેસ જાેઈને ફિદા થઈ ગયા છે તો કોઈએ લખ્યું છે કે જાે તેને જીન્સ જ પહેરવી હતી તો તેણે ટોપ પહેર્યું હોત, બ્લાઉઝ અને મેક-અપ કરવાની શું જરૂર હતી. તો એક યુઝરે એમ પણ કહ્યું કે પરંપરાને બગાડવી જાેઈએ નહીં.SSS