તરછોડીને દુબઈ જતા રહેલા પતિ વિરુદ્ધ પત્નીની ફરિયાદ

અમદાવાદ, શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા એક ૪૩ વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ તેમને મૂકીને દુબઈ જતા રહ્યા છે. મહિલાના આરોપ અનુસાર, તેમના પતિ વર્ષ ૨૦૧૪માં દુબઈ ગયા હતા અને પછી ક્યારેય પાછા નથી ફર્યા.
મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં મહિલાએ કહ્યું કે, વર્ષ ૨૦૦૪માં પરિવારની મરજી અનુસાર તેમણે કારંજના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા જ સમય પછી તેમના પતિએ તેમના પર નિયંત્રણો મૂકવાની શરુઆત કરી દીધી હતી. તે પાડોશીઓ સાથે વાત પણ નહોતા કરવા દેતા.
તેઓ મહિલાને ઘરમાં કેદ રાખતા હતા અને માતા-પિતાને મળવા પણ નહોતા જવા દેતા. આટલું જ નહીં, મહિલાએ પોતાના પતિ પર મારપીટનો પણ આરોપ મૂક્યો છે. તેઓ પોતાની પત્ની પાસેથી દહેજની માંગણી પણ કરતા હતા.
મહિલા જણાવે છે કે, તેમણે એકવાર મારા માતા-પિતા પાસેથી દોઢ લાખ રુપિયા લીધા હતા, ત્યારપછી ઘર રિપેર કરવા અને કાર ખરીદવા માટે પાંચ લાખ રુપિયાની માંગણી કરી હતી. વર્ષ ૨૦૧૪માં તેમણે કામ માટે દુબઈ જવાની યોજના બનાવી હતી.
જ્યારે મેં તેમને કહ્યું કે મને પણ સાથે લઈ જાઓ તો તેમણે મારી સાથે મારપીટ કરી અને મને તરછોડી દીધી. ત્યારપછી તેમણે મારી સાથે એકપણ વાર વાત નથી કરી અને ભારત પાછા પણ નથી આવ્યા. લાંબો સમય સુધી રાહ જાેયા પછી મહિલાએ પરિવારના સભ્યો અને સમાજના આગેવાનોની સલાહ લીધી અને પોલીસ પાસેથી મદદ લેવાનો ર્નિણય લીધો.
મહિલાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવીને કેસ દાખલ કર્યો છે.SSS