Western Times News

Gujarati News

ગુજરાતનાં 33 જિલ્લામાંથી જોબ લિસ્ટિંગ, મેટ્રોમોનીઅલ અને ક્લાસિફાઇડ્સ સેવાઓ આ એપ પૂરી પાડે છે

હાઇપરલોકલ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ લોકલએ ગુજરાતમાં કામગીરીનું વિસ્તરણ કર્યું

2022ના અંત સુધીમાં ગુજરાતમાંથી એક કરોડ યુઝર બનાવવાની યોજના -હાલમાં લોકલ ગુજરાત રાજ્યોના 150થી વધુ તાલુકામાં ઉપલબ્ધ

અમદાવાદ, કમ્યુનિટી અપડેટ્સ,નોકરીઓ, લગ્નવિષયક,રિયલ એસ્ટેટ અને વર્ગીકૃત માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરતાં હાઇપરલોકલ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘લોકલ’એ આજે ગુજરાતમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે.આ એપ્લિકેશન ગુજરાતીમાં હાઇપર-લોકલ સોલ્યુશન્સ પૂરા પાડશે. Lokal App the hyperlocal social media platform expands operations in Gujarat

સાથેજ હાલમાં રાજ્યના ૩૩ જિલ્લામાં મોટી સંખ્યામાં સક્રિય યુઝર્સ ધરાવે છે.મેગા સિટીમાં અર્થપૂર્ણ દરેક માહિતી પૂરી પાડવા સીમાચિહ્ન રૂપ છે.સ્થાનિક ભાષાના પ્લેટફોર્મ તરીકે લોકલનો મુખ્યું હેતુ એક વર્ષની અંદર એક કરોડ યુઝર્સ બનાવવાનો છે.સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ થતો હોવાથી આગામી ત્રણ મહિનાના સમયગાળામાં ગુજરાતનો અંદાજે 20 ટકા આવકનો હિસ્સો કવર કરવા જઈ રહ્યા છીએ.

2018માં સ્થપાયેલી લોકલએ નાના ભૌગોલિક વિસ્તારો પર ધ્યાન આપ્યું .જેથી જિલ્લા સ્તરે મોટી સંખ્યામાં યુઝર્સમાં વધારો થયો.કંપની તેના યુઝર્સને તેમની પોતાની ભાષામાં માહિતી આપે છે,સાથેજ વાતચીત કરવામાં અને રોજબરોજના વ્યવહારમાં વપરાતી ભાષા છે,જે હાઇપરલોકલ કમ્યુનિટીઝને મજબૂત કરવામાં મોટો ફાળો આપી રહી છે.

એપ્લિકેશને તેલંગાણાથી પોતાની કામગીરી શરૂ કરી,અને હાલમાં દક્ષિણ ભારતના ટિયર ટુ અને ટિયર થ્રી રાજ્યોને ડિજિટલ તકો પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.રાજ્યમાં ઇમર્જિંગ બિઝનેસની સંખ્યા વધુ છે,જેને લઈને લોકલ એ દેશના પશ્ચિમ ભાગમાં બીજા એન્ટ્રી પોઇન્ટ તરીકે મહારાષ્ટ્ર બાદ ગુજરાતની પસંદગી કરી.

લોકાલ હાલમાં તેલંગાણા,આંધ્રપ્રદેશ,તામિલનાડુ,કેરળ,કર્ણાટક,મહારાષ્ટ્ર અને હવે ગુજરાતમાં પણ 150થી વધુ તાલુકામાં કામગીરી શરુ કરી ચુકી છે.ભવિષ્યમાં લોકલ દક્ષિણપૂર્વ એશિયાના બિઝનેસની વ્યાપક સંભાવના ધરાવતા બજારોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

વ્યૂહાત્મક પગલાં અંગે ટિપ્પણી કરતા,લોકાલના સહ-સ્થાપક અને સી.ઇ.ઓ ‘જાની પાશાએ’ જણાવ્યું હતું કે,“ભારતમાં કોમર્સના એક અગ્રણી તરીકે અમે માનીએ છીએ કે સ્થાનિક સંસ્કૃતિ, સ્થાનિક પરંપરાએ ગુજરાતના સમાજ અને પરિવારોને ધબકતાં રાખ્યા છે.

આ વાતને ધ્યાન માં રાખી ખાસ રીતે અમારું હાઇપરલોકલ માળખું બનાવવા માં આવ્યું છે,જે સ્થાનિક તાકતને બુલંદ બનાવશે,સાથેજ અમે ગુજરાતના લોકોને ડિજિટલ તકોથી સશક્ત કરવા માગીએ છીએ.જેના થકી તેમને ગુજરાતીમાં અર્થપૂર્ણ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા પ્રોત્સાહિતથઇ શકે.અમે આ ધબકતા રાજ્ય અને તેનાં લોકોની સ્થાનિક જરૂરિયાત પૂરી કરવા આતુર છીએ.”

લોકલએ એક કરોડ ડાઉનલોડ સફળતાપૂર્વક જનરેટ કર્યા છે. એપ્લિકેશને ગત વર્ષે વિવિધ રાજ્યોમાં લોકડાઉનના સમયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી,મહામારી અંગેની વાસ્તવિક અને સચોટ માહિતી,લોકડાઉનનાં પગલાં અને દૈનિક વપરાશની ચીજોની ઉપલબ્ધિ અંગેની માહિતી પૂરી પાડી હતી.નોન-મેટ્રો શહેરોમાંથી મોટી સંખ્યામાં યુઝર્સે લોકલ એપ દ્વારા ડિજિટલ-ફર્સ્ટ અભિગમ અપનાવ્યો હોવાથી તેની આવક એક વર્ષમાં 10 ગણી વધી અને માસિક ધોરણે 30 ટકાનાં દરે વૃધ્ધિ પામી હતી.

લોકલ અંગેઃ 2018માં સ્થપાયેલી ‘લોકલ’ તેના મહદ અંશે અંગ્રેજી ભાષાના જાણકાર ન હોય તેવા યુઝર્સને તેમની સ્થાનિક ભાષામાં માહિતીનું આદાનપ્રદાન અને વાતચીત કરવા સક્ષમ બનાવીને હાઇપર લોકલ કમ્યુનિટીને મજબૂત કરવાના ધ્યેય સાથે પ્રકાશિત કરવામાં આવી છે.

લોકાલના યુઝર્સને ચીજવસ્તુઓના દૈનિક ભાવ, સ્થાનિક નોકરી, રિયલ એસ્ટેટ, લગ્નવિષયક, સ્થાનિક બિઝનેસ અને વર્ગીકૃત જેવી જાહેરાતો હાઇપરલોકલ માહિતી પૂરી પાડે છે.આ કરવા પાછળનું મહત્વનું કારણ જાહેરાતો છે,જે સ્થાનિક અખબારોમાં છુટીછવાઈ હોય છે,જેને લોકલ પર એકઠી એક સાથે રજુ કરાય છે.

કન્નડ, તેલુગુ, તામિલ, મલયાલમ અને મરાઠીમાં ઉપલબ્ધ આ એપના એક કરોડ વખત ડાઉનલોડ્સ થયા છે,અને તે દક્ષિણ ભારતના 100થી વધુ જિલ્લાઓમાં પોતાની મહત્વતા ધરાવે છે.ભારતમાં ખૂણે ખૂણે આવેલા ટિયર ટુ અને થ્રી શહેરોમાં મોટી સંખ્યામાં યુઝર ધરાવતી લોકલને 3one4 કેપિટલ, ઇન્ડિયા ક્વોશન્ટ, Y કોમ્બિનેટર જેવા પ્રતિષ્ઠીત રોકાણકારોનો ટેકો છે.
વધુ માહિતી માટે ક્લિક કરોઃ  https://getlokalapp.com/


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.