બિપિન રાવતના નિધન પર ક્રિકેટજગત પણ શોકમગ્ન

મુંબઇ, તમિલનાડુના કુન્નુરમાં ૮ ડિસેમ્બર, ૨૦૨૧ આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (સીડીએસ બિપિન રાવત) અને તેમની પત્ની સહિત ૧૪ લોકોએ સવાર હતાં. આ દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત શહીદ થયાં છે. આ દુર્ઘટનામાં કુલ ૧૩ લોકોનું મોત નીપજ્યું છે.
બિપિન રાવતના નિધન પર ક્રિકેટર વિરાટ કોહલીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી લખ્યું, “દુઃખદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત જી અને અન્ય અધિકારીઓના અકાળે અવસાનથી ખૂબ જ દુઃખી છું.
મિત્રો અને પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના. ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. યુવરાજે ટ્વીટ કરતા લખ્યું, “ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેની પત્ની શ્રીમતી મધુલિકા રાવત અને આપણાં સશસ્ત્ર બળના ૧૧ અન્ય કર્મીઓના દુખદ અને અસામયિક નિધનથી ખૂબ જ દુઃખ પહોંચ્યું છે. તેમના પરિવારો અને શુભચિંતકો પ્રત્યે મારી સંવેદનાઓ.”
આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર સેહવાગે પણ નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. સેહવાગે ટ્વીટ કરતા લખ્યું, “દુઃખદ હેલીકોપ્ટર દુર્ઘટનામાં શ્રી ઈંબિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને સેનાના ૧૧ જવાનોના નિધન વિશે જાણીને અત્યંત દુખ થયું. રાષ્ટ્ર માટે તેમની અદ્ભૂત સેવા માટે આભાર. શાંતિ…”HS