રાવતની તાઈવાનના સેના વડાના એક્સિડન્ટની તુલના

નવી દિલ્હી, જાન્યુઆરી ૨૦૨૦માં તાઈવાનના સેના પ્રમુખનુ પણ જનરલ રાવતની જેમ જ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયુ હતુ.આ અકસ્માતમાં તાઈવાનની સેનાના ચીફ ઓફ જનરલ સ્ટાફ શેન યી મિંગ અને બીજા સાત વરિષ્ઠ ઓફિસરોએ જીવ ગુમાવ્યો હતો.
શેન યી મિંગનુ બ્લેક હોક હેલિકોપ્ટર પણ તાઈપેઈ નજીકના પહાડી વિસ્તારમાં ક્રેશ થયુ હતુ. આ બંને અધિકારીઓ ચીન સામેના આક્રમક વલણ માટે જાણીતા હતા.આ બંનેના અકસ્માતની સરખામણી કરનાર ભારતના ડિફેન્સ એક્સપર્ટ બ્રહ્મ ચેલાનીના ટિ્વટને લઈને હવે ચીન ભડકયુ છે.
જાેકે ચેલાનીએ સ્પષ્ટતા પણ કરી હતી કે, આ સરખામણીનો મતલબ એ નથી કે તેમાં કોઈ બહારના પરિબળનો હાથ હોઈ શકે છે અથવા તો બંને અકસ્માતોનુ કોઈ કનેક્શન હોઈ શકે છે.
આમ છતા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ચેલાનીના ટિ્વટને ટાંકીને કટાક્ષ કર્યો છે કે, આ જ દ્રષ્ટિકોણથી જાેવામાં આવે તો અમેરિકાનો પણ હેલિકોપ્ટર ક્રેશમાં રોલ હોઈ શકે છે.કારણકે ભારત અને રશિયાએ એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે ડીલ કરી છે અને અમેરિકાએ આ ડીલનો વિરોધ કર્યો છે.
જેના જવાબમાં પ્રોફેસર ચેલાનીએ કહ્યુ છે કે, ચીનનુ સરકારી અખબાર મારા ટિ્વટને આગળ ધરીને ગેરસમજ ઉભી કરવાની કોશિશ કરી રહ્યુ છે.ગ્લોબલ ટાઈમ્સનુ સ્ટેટમેન્ટ ચીનની સરકારની ભ્રષ્ટ માનસિકતા દર્શાવે છે.
પ્રોફેસર ચેલાનીએ તો એમ પણ કહ્યુ હતુ કે, સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરવા માટે જાણીતા જનરલ રાવત ચીનની આક્રમકતાનો ભારત વતી જવાબ આપવા માટે જાણીતા હતા.ભારતની રાજકીય લિડરશીપ ચીનનુ નામ લેતા પણ ખચકાતી હતી ત્યારે જનરલ રાવત સ્પષ્ટ રીતે લોકો સામે સત્ય રજૂ કરતા હતા.SSS