Western Times News

Gujarati News

૧૩થી ૧૭ ડિસેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે

ગોધરા, કોરોના મહામારી બાદ અનેકવાર યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શન માટે બંધ રાખવામા આવ્યુ છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં વધુ ચાર દિવસ માટે મંદિર દર્શન માટે બંધ રહેશે તેવી ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરાઈ છે.

આગામી ૧૩ ડિસેમ્બરથી ૧૭ ડિસેમ્બર સુધી મંદિર ભક્તો માટે દર્શન બંધ રાખવા મંદિર ટ્રસ્ટે ર્નિણય ક્રયો છે. મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન મંદિરના મહત્વના ભાગનું કામ કરવાનું હોવાથી મંદિર બંધ રહેશે. પાવાગઢ મંદિર કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમય સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ.

જાેકે ત્યારબાદ સરકારની ગાઇડલાઇન મુજબ હાલ પાવાગઢ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ વચ્ચે ફરીથી રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે. જેથી મંદિર ડિસેમ્બર મહિનામાં ૧૩ થી ૧૭ ડિસેમ્બર સુધી બંધ રહેશે.

છેલ્લા ઘણા સમયથી પાવાગઢ મંદિરના રિનોવેશન અને ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે મહાકાળી માતાના મંદિર પરિસરનો એક ભાગ ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે તે મશીનનો ઝર્ક લાગતા રસોડાનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ નુકસાન કે કોઇને ઇજા પહોંચી ન હતી. પરંતુ હવે ફરીથી ટ્રસ્ટ દ્વારા મંદિર રિનોવેશનની કામગીરી શરૂ કરાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.