Western Times News

Gujarati News

મોડાસા કોલેજ કેમ્પસ નવરાત્રી ર૦૧૯ ઉજવાઈ

(તસ્વીરઃ- જીત ત્રિવેદી, ભિલોડા)
(પ્રતિનિધિ) ભિલોડા, ધી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એન.એ. સ. પટેલ લો કોલેજ, શ્રી બી.એસ. ગાંધી કોલેજ બી.બી.એ. કોલેજ શ્રી કે.એચ. પટેલ એમ.એડ કોલેજ, માતૃશ્રી એલ.જે. ગાંધી બી.સી.એ એન્ડ પી.જી.ડી.સી.એ. કોલેજ તથા શ્રીમતી વી.વી. શાહ એમએસસી ભવ્ય રીતે ઉજવાયો આ પ્રસંગે સામૂહિક આરતીમાં મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ (મામા) તથા પ્રભારી મંત્રી શ્રી સુરેન્દ્રભાઈ જે. શાહ ઉપસ્થિત રહી માતાજીની આરતી કરી કાર્યક્રમ ખુલ્લો મુકયો હતો ત્યારબાદ પ૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ ગરબામાં જાડાયા હતા.

કાર્યક્રમના અંતે ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બેસ્ટ પર્ફોમન્સ તથા બેસ્ટ ડ્રેસીસને ઈનામ અપાયા હતા ખાસ નોંધવા જેવી બાબત એ હતી કે આ કાર્યક્રમમાં ઈનામમાં હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓમાં ટ્રાફિકની જાગૃતતા આવે ઈનામ વિતરણ કાર્યક્રમ મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ માનદમંત્રી ડો. ઘનશ્યામભાઈ જે. શાહ, પ્રો. અરવિંદભાઈ જે. મોદી તથા સુરેન્દ્રભાઈ જે શાહ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઈનામ અર્પણ કર્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ નવીનચંદ્ર મોદીએ શુભેચ્છાઓ આપી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કોલેજના આચાર્યશ્રીઓ શૈક્ષણિક સ્ટાફ તથા વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ભારે જહેમત ઉઠાવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.