પાલનપુરમાં ટ્રાફીકમાં અડચણરૂપ વીજપોલ હટાવવાની માંગણી

(તસ્વીરઃ ભગવાન સોની, પાલનપુર) પાલનપુર શહેરની મધ્યમાં આવેલ મોટીબજાર વિસ્તારમાં ભોયરાવાળી દરગાહની આગળ ઉભેલો વીજ પોલ (ઈલેકટ્રીકનો લોખંડનો થાંભલો)જે વર્ષો જુનો છે આ વીજ પોલના કારણે સવારે ઓફીસ ેજવાના સમયે સાંજે ઓફીસેથી પરત ફરવાના સમયે તેમજ જાહેર રસ્તો હોવાથી દિવસ દરમ્યાન ટ્રાફિક રહેતો હોવાથી આ વીજ પોલ વર્ષોથી અડચણરૂપ છે
પણ જાણે દબાણ કરાવવાનો ઠેકો લીધેલ હોય તેમ આ વીજ પોલ હટાવાવમાં આવતો નથી. આ વીજ પોલ ઉપર કોઈપણ જાતનું વીજળીનું કનેકશન નથી તો આ થાંભલો કોઈને દેખાતો નથી યુજીવીસીએલના સર્વોપરી અધિકારી શ્રી એલ.એ.ગઢવી સાહેબ કે જેઓ પાલનપુર શહેરના દરેક રોડ રસ્તાથી વાકેફ છે
જેમને પણ ખબર છે પણ કેમ જાણે કયો ગ્રહ નડે છે તે આ વીજપોલ કાઢવામાં આવતો નથી જનતા પરેશાન થાય છે અને ટ્રાફિક વધતો જા યછે તો આ વીજ પોલ વહેલી તકે કાઢી નાંખવામા ંઆવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.*