31st Dec: કોઇ સિક્રેટ પાર્ટીનું આયોજન કર્યું હોય તો ચેતી જજાે, નહીં તો સીધા લોકઅપમાં જશો

થર્ટી ફર્સ્ટની પાર્ટી પર પાણી ફેરવવા માટે પોલીસ સજ્જઃ ડીજે પાર્ટીનું આયોજન ન થાય તેવી શક્યતા હજારોની સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે
અમદાવાદ, દેશમાં વેસ્ટર્ન કલ્ચરના પગપેસારા સાથે હવે થર્ટી ફર્સ્ટની ઉજણી આપણા યુવાઓના કેલેન્ડરમાં જાણે કે વણાઇ ગઇ છે. ડિસેમ્બર આવે એટલે નવા વર્ષને આવકારવા માટે યુવાઓ નિતનવી તરકીબ અજમાવતા હોય છે, જાેકે કોરોના મહામારીએ ગત વર્ષે યુવાઓના ઇરાદા પર પાણી ફેરવી દીધુ હતુ.
૩૧ ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ૨૦૨૨ને આવકારવાનો સિક્રેટ પ્લાન બનાવી દીધો છે, જેને રોકવા માટે પોલીસ સજ્જ છે. જાે શહેરમાં ડ્રગ્સ પાર્ટી, દારૂ પાર્ટી કે પછી હુક્કા પાર્ટી કરશો તો સીધા લોકઅપમાં જવાના દિવસો આવશે.
૩૧ ડિસેમ્બરની રાતે નવા વર્ષને આવકારવા માટે લાખોની સંખ્યામાં ભીડ શહેરની અલગ અલગ જગ્યા પર ઊમટી પડતી હોય છે. સીજી રોડ, સિંધુ ભવન રોડ સહિતની જગ્યા પર યુવાઓ ઊમટી પડતા હોય છે અને આતશબાજી કરી એન્જાેય કરતા હોય છે, જાેકે કોરોનાનું ગ્રહણ એવું લાગ્યુ છે કે વર્ષ ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરની એ રાત ક્યારે પાછી આવશે તેવું યુવાઓ વિચારતા હોય છે.
પાર્ટીનાં આયોજન માટે ગુપ્ત મિટિંગ શરૂ ઃ ૩૧ ડિસેમ્બરના રોજ કેવી રીતે પાર્ટી કરીશું, કઇ જગ્યા પર પાર્ટી કરીશું, પાર્ટીમાં કોને કોને બોલાવીશુ જેવા અનેક મુદ્દા ઉપર શહેરના મોટા ભાગના કાફે પર ખુફિયા મિટિંગ શરૂ કરી દેવામાં આવી છે. પાર્ટી માટે યુવાઓએ ફંડ પણ ભેગુ કરવાનું શરૂ કરી દીધું છે.
અમદાવાદથી દૂર ‘જહા કોઇ આતા જાતા નહીં’ ઃ યુવાઓએ થર્ડી ફર્સ્ટની પાર્ટી માટે આયોજન કરી દીધા છે, જેના માટે ફાર્મ હાઉસ અને ખેતર બુક કરી દીધા છે. પોલીસ અમદાવાદ અને અમદાવાદ જિલ્લામાં દરોડા પાડે છે તે યુવા તેમજ ઓર્ગેનાઇઝર જાણે છે. આથી તેમણે પોલીસના દરોડાથી બચવા માટે અમદાવાદથી ૫૦ કિલોમીટર દૂર આવેલા ફાર્મ હાઉસ બુક કરી દીધા છે.
બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસ તહેનાત રહેશે ઃ મોજ-મસ્તી કરવા માટે નીકળેલા યુવાઓને કંટ્રોલમાં કરવા માટે હજારો પોલીસ રોડ પર ડ્યુટી કરશે, જેમની પાસે બ્રેથ એનેલાઇઝર હશે. જાે દારૂ પીધા પછી વાહન ચલાવતા પકડાશો તો સીધા પકડાઇ જશો અને જેલમાં જવાનો વારો આવશે.