Western Times News

Gujarati News

દાહોદમાં કોરોનાના કેસ નોંધાતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું: ઠેરઠેર કચરાના ઢગ

ઠેરઠેર કચરાના ઢગ જાેવા મળતા ભારે આશ્ચર્ય

દાહોદ, દાહોદ શહેરમાં બે ત્રણ દિવસ પૂર્વે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તંત્ર ની સાથે સાથે સ્થાનિક તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અને પાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ સ્વચ્છતા જાળવવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા માસ્ક પહેરવા દૂકાને દૂકાને દૂકાને અપીલ કરી હતી

પરંતુ આખા દાહોદને સાફ સુથરું રાખવા વાળા સફાઈ કામદારોના વિસ્તારમાં જ કચરાના ઢગ જાેવા મળતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. સફાઈ કામદારોની સુખદેવ કાકા સોસાયટીની નજીક આવેલા બેંક ઓફ બરોડા મુુખ્ય દરવાજાની આગળ અને બીએસએનએલની કચેરીના મુખ્ય દરવાજા પાસે ખડકાયેલા કચરાના ઢગ સફાઈ વિભાગની કામગીરીને મામલે ઘણું બધું કહી જાય છે.

દાહોદ શહેરમાં દુબઈમાં લગ્નની મજા માણી પરત દાહોદ આવેલા આઠેક જેટલા વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનું વહીવટીતંત્ર આરોગ્યતંત્ર, નગરપાલિકા તંત્ર તેમજ પોલીસ તંત્ર ચોંકી ઉઠયા છે અને એક્શનમાં આવી કોરોના થી બચવા માટે સરકારી ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન માટે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાએ હિમાયત કરી છે.

ત્યારે નગરપાલિકાના પ્રમુખ અધિકારીઓ કર્મચારીઓ પણ શહેરમાં દુકાને દુકાને ફરી દુકાનદારોને પોતાની દુકાન આગળ સ્વચ્છતા જાળવવા તથા માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવા અપીલ કરી છે પરંતુ કહેવું સહેલું છે પરંતુ સ્વચ્છતા નું પાલન કરવું ઘણું અઘરું છે તે હાલ શહેરમાં ચાકલીયા રોડ પર આવેલ સુખદેવકાકા નગર સોસાયટી નજીક ફલિત થઇ રહ્યું છે.

સુખદેવકાકા નગરની બિલકુલ નજીક આવેલ બેંક ઓફ બરોડા કે જ્યાં આખો દિવસ ખાતેદારોની ભારે ભીડ રહે છે. તે બેન્કના મુખ્ય દરવાજાની બહાર એક તરફ કચરાંના ખડકાયેલાં ઢગ જાેવા મળી રહ્યા છે તે જ રીતે નજીકમાં આવેલ બીએસએનએલ કચેરીના મુખ્ય દરવાજાની જમણી તરફ પણ કચરાના ઢગલા પાલિકાના સંકલન વિભાગની કામગીરીની પોલ ખુલી રહ્યા છે

જે સફાઇ કામદારો આખો દાહોદ શહેર ને સાફ અને સ્વચ્છ રાખવા દિન રાત મહેનત કરી રહ્યા છે તે સફાઈ કામદાર વિસતારમાં ખડકાયેલા કચરાના ઢગ ઘણું બધું કહી જાય છે આ કચરાના ઢગ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હટાવી તે જગ્યાને સાફ સુથરી બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.