૭૦ વર્ષના વૃદ્ધ આંખે મીંચ્યા વિના સુરજ સામે જોતા રહ્યા

નવી દિલ્હી, સૂરજના તાપને સહન કરવું કોઈના ગજાની વાત નથી. સૂર્યના આકરા કિરણો તરફ તો તમે પાંચ સેકન્ડ પણ ન જાેઈ શકો. તમને સાંભળીને નવાઈ લાગશે કે એક વ્યક્તિએ પૂરા કલાક સુધી સૂર્ય તરફ એકીટસે જાેવાનો કારનામો બતાવ્યો છે.
આપણા જ દેશના એક વડીલે સૂરજથી આંખ મિલાવાનો અદભુત રેકોર્ડ બનાવી નાખ્યો છે. ૭૦ વર્ષના રિટાયર્ડ સરકારી ઓફિસર એમએસ વર્મા એક કલાક સુધી સૂરજને કોઈ ચશ્મા પહેર્યા વગર જાેતા રહ્યા. આ દરમ્યાન તેમણે પોતાની આંખો પણ નથી પટપટાવી. ઉત્તર પ્રદેશના રહેવાસી આ વૃદ્ધની સાધનાએ નેશનલ રેકોર્ડ બનાવી નાખ્યો છે.
તેમણે ડોક્ટરોની હાજરીમાં આ રેકોર્ડ બનાવ્યો અને પોતાનું નામ ઇન્ડિયાઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવી નાખ્યું. એમએસ વર્માનો આ રેકોર્ડ એમ જ નથી બન્યો. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી આની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ એક ગુરુજીથી પ્રભાવિત થઈને આ કરતબ કરવા ઇચ્છતા હતા.
આ માટે તેમણે ડોક્ટરો અને ઇન્ડિયાઝ બુક ઓફ રેકોર્ડ્સના પ્રતિનિધિઓની હાજરીમાં સીધા સૂરજની સામે બેઠાં અને ૧ કલાક સુધી આંખ પટપટાવ્યા વિના તેની તરફ જાેતાં રહ્યા. ડોક્ટરો મુજબ તેમની આંખો સંપૂર્ણ સ્વસ્થ છે.
આ પહેલા એક વ્યક્તિએ ૧૦ મિનિટ સુધી એકીટસે સૂરજ બાજુ જાેઈને આ રેકોર્ડ બનાવ્યો હતો, પણ એમએસ વર્માનો રેકોર્ડ આનાથી ઘણો આગળ છે. તેઓ હવે પોતાના આ કારનામાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવવા માગે છે.
કહેવાય છે કે સૂરજ તરફ સતત જાેવાથી આંખોમાં દર્દ થવા લાગે છે અને રેટીના ડેમેજનું જાેખમ પણ હોય છે. તો પણ આ ૭૦ વર્ષના વૃદ્ધને કોઈ મુશ્કેલી થઈ નથી.
એક કલાક આંખ ખુલ્લી રાખીને સૂરજ તરફ જાેયા બાદ તેમણે હસતા-હસતા ફોટો પણ પડાવ્યો. તેઓ સૂર્યને જાેવાના ફાયદા પણ જણાવે છે. કેટલાક યોગગુરુ પણ આ રીતે સૂર્ય તરફ જાેવાની પ્રેક્ટિસને આંખો માટે ઉપચાર ગણાવે છે.SSS