Western Times News

Gujarati News

બી.પી. અને રિલાયન્સ દ્વારા કે.જી. ડી.-6 બ્લોકના ત્રીજા તબક્કાના સંકલિત વિકાસ કાર્યને મંજૂરી 

ભારતમાં ઊંડા પાણીનાં ગેસ ક્ષેત્ર એમ.જે.ના વિકાસ માટે મંજૂરી વિકાસ હેઠળ રહેલા ત્રણેય કે.જી-6 પ્રોજેક્ટનું
સંયુક્ત ઉત્પાદન 2022 સુધીમાં દૈનિક 1 બિલિયન ક્યુબિક ફીટ થશે 

મુંબઈ,  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) અને બી.પી. દ્વારા ભારતના પૂર્વ કિનારે ઑફશોર કે.જી. ડી.-6 બ્લૉકમાં એમ.જે. પ્રોજેક્ટ (જે ડી-55તરીકે પણ જાણીતો છે) મંજૂર કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

એમ.જે. કે.જી. ડી.-6ના સંકલિત વિકાસના ત્રણ પ્રોજેક્ટમાંથી ત્રીજો પ્રોજેક્ટ છે અને પ્રથમ પ્રોજેક્ટ આર-સીરીઝ ડીપ-વોટર ગેસ ફિલ્ડ્સના વિકાસને જૂન 2017માં અનેસેટેલાઇટ ક્લસ્ટરના વિકાસને એપ્રિલ 2018માં આપવામાં આવેલી મંજૂરી પછી આ પ્રોજેક્ટના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે.  સાથે મળીને ત્રણેય પ્રોજેક્ટ કુલ રૂ.35,000 કરોડના (5 બિલિયન અમેરીકન ડોલરના) રોકાણ સાથે 3 ટ્રીલિયન ક્યુબિક ફિટ ગેસ ધરાવતા શોધાયેલા ગેસ સ્ત્રોતનો વિકાસકરશે. તે 2020-2022ના ગાળામાં સ્થાનિક ગેસ ઉત્પાદનમાં દૈનિક 1 બિલિયન ક્યુબિક ફીટ ગેસનો ઉમેરો કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ અને બી.પી.નો પ્રાથમિક ઉદ્દેશ્ય વર્તમાન માળખાકીયસુવિધાઓનો ઉપયોગ કરીને આ ત્રણેય સંશોધનોને, સન્ 2017માં આપેલા વચન મુજબ, ઉત્પાદનના તબક્કામાં લાવવાનો હતો. આ ગેસ દેશની શુધ્ધ ઇંધણની વધતીજતી જરૂરીયાતને પૂરી કરશે, વિદેશી હૂંડિયામણમાં બચત કરશે અને આયાતી ગેસ પરની નિર્ભરતામાં ઘટાડો કરશે.

ભારતના જળવાયુ પરિવર્તન ધ્યેયને પૂરાં કરવા તરફઆગળ વધવાની સાથે ભારતીય અર્થતંત્રને પર્યાવરણ- નુકૂળ ઇંધણથી મજબૂત બનાવવા અને ઊર્જા સુરક્ષાને મજબૂત કરવામાં મદદ કરવા ભારતના પૂર્વ કિનારાના અમારા ત્રીજા પ્રોજેક્ટમાંથી ગેસને ઓનશોર લાવવા અમે ઉત્સાહિત છીએ.”

રિલાયન્સ સાથે નિકટતાથી કામ કરતાં અમે ભવિષ્ય માટે વિકલ્પ પૂરો પાડવાસંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે શોધાયલા સ્ત્રોતોને કાર્યક્ષમ રીતે વિકસાવી રહ્યા છીએ. આ છેલ્લું રોકાણ ભારત માટેની બી.પી.ની પ્રતિબધ્ધતાને વધારે ઉજાગરકરે છે અને ભારતને બેવડા પડકારને ઝીલી લેવા સહયોગ પૂરો પાડવામાં અને ઓછા કાર્બન ઉત્સર્જન ધરાવતા ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદ કરે છે.”

બી.પી.ગ્રૂપના ચીફ એક્ઝેક્યુટીવ બોબ ડૂડલીએ લંડનમાં આ રોકાણ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, અમે ભારતમાં મહત્વપૂર્ણ અપસ્ટ્રીમ વ્યવસાયનું નિર્માણ કરી રહ્યા છીએ, જે દેશની  વિકસતા જતા ગેસ બજારને પૂરવઠો પૂરો પાડવામાં મદદ  કરશે.

 

ઊંડા પાણીનાં ગેસ ક્ષેત્રોનો સંકલિત વિકાસ

એમ.જે. ગેસ ઘનીકરણ ક્ષેત્ર છે અને કે.જી. ડી-6 સંકલિત વિકાસ ઝુંબેશ હેઠળ વિકાસ હેઠળ રહેલું ત્રીજું ક્ષેત્ર છે. આ પ્રોજેક્ટ 700-1100 મીટર ઊંડાઈ ધરાવે છે, જેમાં કૂવાનીઊંડાઈ ઉચ્ચ- તાપમાન અને વાતાવરણીય દબાણ સાથે દરીયાની સપાટીથી લગભગ 4200 મીટર જેટલી છે. તેમાં સમાવિષ્ટ કૂવાઓ પ્રવાહી અને ગેસ પર પ્રક્રિયા કરવાઅને તેને અલગ કરવા માટે ટાઇ-બેકથી માંડીને ફ્લોટીંગ પ્રોડક્શન સ્ટોરેજ એન્ડ ઓફલોડિંગ (એફ.પી.એસ.ઓ.) સહિતના સબ-સી ઉત્પાદન સાથે જોડાણ ધરાવે છે. આકૂવાઓમાંથી ઉત્પાદન થયેલા પ્રવાહી અને ગેસને હાલમાં કાર્યરત 24 ઇંચની ટ્રન્ક પાઇપાલનોમાંથી એક પાઇપલાઇન મારફતે ઓનશોર ટર્મિનલ પર લઇ જવાશે. આપ્રોજેક્ટ સન્ 2022ના મધ્યભાગમાં કાર્યરત થવાની અપેક્ષા છે. કે.જી. ડી.6 પ્રોજેક્ટોમાં જેને પ્રથમ મંજૂરી આપવામાં આવી હતી તે આર-સીરીઝ પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.