પાંડેસરા દુષ્કર્મ મામલામાં દિનેશ બૈસાણ દોષિત જાહેર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Rape-1.jpg)
સુરત, સુરતના પાંડેસરામાં ૧૦ વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાનો મામલામાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં નરાધમ દિનેશ બૈસાણને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. હવે આરોપીને સજાનું એલાન ૧૬ ડિસેમ્બરે થશે.
રેપ કેસના આરોપી દિનેશ ભેસાણેને કોર્ટ ફાંસી અથવા જન્મપીટની સજા અપાઈ શકે છે. ગત ડિસેમ્બર, ૨૦૨૦માં આ ઘટના બની હતી. આરોપીએ બાળકીનું અપહરણ કર્યા બાદ સાત વાર માથામાં ઈંટ મારીને ર્નિદયી રીતે હત્યા કરી હતી.
બાળકીના શરીર પર ૪૦ જેટલા ઘાના નિશાન દેખાયા હતા. પાંડેસરા વિસ્તારમાં ૭ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ ઘરની બહાર રમતી બાળકીને દિનેશ બૈસાણ નામના યુવકે વડાપાઉ આપવાની લાલચ આપી હતી. આ બાળકીની ઉંમર ૧૦ વર્ષ હતી.
દિનેશ તેને નજીકની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુશ્કર્મ આચર્યુ હતું. બાળકીએ પ્રતિકાર કરતા તેણે બાળકીના માથા પર ઈંટના ઘા મારીને તેની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દિનેશ બૈસાણની ધરપકડ કરી હતી. ઘટનાની ગંભીરતા જાેઈને સુરત પોલીસે તાત્કાલિક અસરથી પગલા લઈને આરોપીને પકડા પાડ્યો હતો.
પોલીસે તેને પકડીને માત્ર ૧૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ ૪૫ જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.SSS