બિપિન રાવતના મૃત્યુ અંગે સુપ્રીમના જજ દ્વારા તપાસ કરાયની સુબ્રમણ્યમની માંગ
નવીદિલ્હી, સીડીએસ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટરની ક્રેશની તપાસ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે. સેનાના પૂર્વ ઓફિસર અને ઘણા નેતાએ પણ દુર્ઘટના અંગે સવાલો ઉઠાવ્યાછે.
સીનિયર ભાજપ નેતા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ દુર્ઘટના સામે શંકા વ્યક્ત કરી છે. તેમણે તપાસ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જજે કરવી જાેઇએ.જાે આમ થશે તો જ સત્ય સામે આવશે.
તેમણે કહ્યું કે રાવતના હેલિકોપ્ટર ક્રેશની તપાસ સામે હું કોઇ સવાલ ઉઠાવી રહ્યો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે સેનાના એક દિગ્ગજ ઓફિસરનું નિધન હેલિકોપ્ટર ક્રેશમાં થયું છે અને એ પણ ત્યારે જ્યારે આ દુર્ઘટના આપણા દેશમાં બની છે.
રાવત એક સરકારી કાર્યક્રમમાં જઇ રહ્યા હતાં. આ હેલિકોપ્ટરને ચલાવતો સ્ટાફ પણ મિલિટ્રીનો જ હતો. એટલે જ હું કહી રહ્યો છું કે મિલિટ્રી સામે કોઇ દબાણ આવવું જાેઇએ નહીં.
એવું ન થવું જાેઇએ કે જે તથ્ય છે તેને દબાવી દેવાય અને વિવિધ અંકુશ લગાવી દેવાય. આ તપાસ એવી વ્યક્તિને સોંપવી જાેઇએ જે સરકાર હેઠળ ન આવે. તેવુ કોઇ હોય તો તે સુપ્રીમ કોર્ટના જજ જ હોઇ શકે છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જાેન એફ કેનેડીની હત્યા થઇ હતી ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને તપાસ સોંપાઇ હતી. તેને વોરન કમિશન કહેવાયું હતું.
મારૂ કહેવું એમ છે કે તપાસમાં એવા લોકો સામેલ થવા જાેઇએ, જેમની સામે કોઇપણ પ્રકારનું દબાણ ન હોય. હું માનું છું કે સુપ્રીમ કોર્ટમાં મોટાભાગના જજ એવા છે, જેમને નેતા કંઇ કરી શકે તેમ નથી.HS