Western Times News

Gujarati News

ચાંદખેડામાં જ્વેલર્સના ત્યાંથી ર૧ લાખની ચોરીમાં પોલ ખૂલી

પ્રતિકાત્મક

નકલી દાગીના ચોરાયા, ફરીયાદમાં લખાવ્યા અસલી!!

(એેજન્સી) અમદાવાદ, ચાંદખેડાના આઈઓસી રોડ ઉપરઆ વેલા સ્નેહપ્લાઝા કોમ્પ્લેક્ષમાં ૧૭ દિવસ અગાઉ શંકર ફ્લાવર્સ એન્ડ પૂજા ભંડારની દુકાનમાં પ્રવેશેલા ચોરોએ દિવાલમાં બાકોરૂ પાડીને જ્વેલર્સની દુકાનમાંથી ર૧ લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કર્યાની ઘટનામાં ખુદ ફરીયાદી સોનીની પણ પોલ ખુલી જવા પામી હતી.

ચોરીની આ ઘટનામાં ક્રાઈમ બાંચેે ચોર પકડતા માલિકે ચોરીનો આંકડો ખોટો લખાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. મોટા વીમો પકવવા માટે જ્વેલર્સે માલિકે આ કૃત્ય આચર્યાની શંકા પોલીસને છે.દાગીના ચોરાયા નકલી અને ફરીયાદમાં અસલી દાગીના લખાવીને જ્વેલર્સ માકિે ગજબ કર્યુ તની ચર્ચા સમગ્ર વિસ્તારમાં શરૂ થઈ છે.

રાજ જ્વેલર્સમાંથી રૂા.૧.૩પ લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂા.ર૧.૩પ લાખની મત્તાની ચોરીની ઘટના બની હતી. આ અંગે ગત તા.ર૪-૧૧-ર૧ના રોજ જ્વેલર્સ માલિક કિશોર શંકરલાલ સોનીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે ચોરી કરનાર શખ્સોને ઝડપી લઈને ચોરીમાં ગયેલા દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચોરોએ પોલીસ તપાસમાં રજુ કરેલા દાગીના ઈમિટેશન જ્વેલરી હતી. ક્રાઈમબ્રાંચે ચોરી કરનાર શખ્સોની કડડાઈથી પૂછપરછ કરી સઘન તપાસ કરી હતી. તેમાં પણ આરોપીઓએ ઈમીટેશન જ્વેલરી જ ચોરી થયાની વાત પકડી રાખી હતી.

બનાવને પગલે ઘટસ્ફોટ થયો કે રાજ જવેેલર્સના માલિક કિશોર સોનીએ જ ચોરીમાં દાગીના ખોટા -નકલી ગયા હતા પણ ફરીયાદ અસલી ગયાની કરી હતી. રાજ જ્વલર્સમાં રોકડ રકમની ચોરી અંગે પણ આરોપીઓ એ જણાવ્યુ હતુ કે રાજ જ્વેલર્સમાં કોઈ રોકડ નહોતી.

ચાંદખેડા પીઆઈ કે.વી.પટેલે આ અંગે જણાવ્યુ હતુ કે માલિકે કબુલાત કરી હતી કે ઈમિટેશન જ્વેલરી જ ચોરી થયાની બાબત વીમા કંપનીવાળા દુકાને આવ્યા ત્યારે તેના ધ્યાને આવી હતી. જાે કે તેના આ જવાબ અને રોકડ રકમની ચોરીના આંકડા અંગે પણ અમને શંકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.