પાલનપુરના શકિતનગરના ગટરના ખુલ્લુ નાળાને કારણે રોગચાળાનો ભય
પાલનપુરના શક્તિનગર વિસ્તારમાંથી પસાર થતું છેલ્લા ૧૦ વર્ષથી પાલીકાતંત્રને રજુઆત કરી રહયા છે આ ખુલ્લા નાળાની જગ્યાએ પાઈપો નાખવા માટે પણ પાલિકાના સત્તાધીશોને આ નાળાની મરામત કરવાની અનુકળતા નથી ખુલ્લા નાળાને કારણે રોગચાળો ફેલાય તેવો ભય સતાવી રહયો છે.
બીજી બાજુ શહેરને જાેડતા અન્ય માર્ગો ઉપર રસ્તાના કામો ચાલુ છે અંબાજી જવાનો માર્ગ બંધ છે ત્યારે લોકો આ રસ્તાનો ઉપયોગ જાહેર માર્ગ જેવો કરી રહયા છે તો પાલીકાના સત્તાધીશો વહેલી તકે નાળાનું કામ પૂર્ણ કરાવે તેવું લોકો ઈચ્છી રહયા છે. (તસ્વીરઃ- ભગવાન સોની, પાલનપુર)