સંજેલીના કોટા ગામે નલ સે જલ યોજનાની પાઇપલાઇન માટે રોડ તોડી પડાયો
રોડની બન્ને સાઈડ પર ખુલ્લી જમીન હોવા છતા પણ રોડને તોડી પાડવામાં આવ્યો
પ્રતિનિધિ સંજેલી, સંજેલી તાલુકાના કોટા ગામે નલ સે જલ કનેકશન યોજના હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપ લાઇનની કામગીરીને માટે રોડ તોડી પાડી પાઇપલાઇન નખાતા સ્થાનિક લોકો સહિત વાહનચાલકોમાં ભારે નારાજગી.આઝાદીના વર્ષો બાદ પ્રથમ વખત બનેલો આ થાળા કકરેલી તરફ જવાનો મુખ્યમાર્ગ ની બન્ને સાઇડ ખુલ્લી જમીન હોવા છતાં પણ તોડી પડાતા કોન્ટ્રાક્ટરની મનમાનીથી રાહદારીઓને મુશ્કેલી.
સંજેલી તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં નલ સે જલ યોજના હેઠળ લોકોના ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે તે માટે હાલ કોન્ટ્રાકટર દ્વારા પાઇપ લાઇનને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી ચાલી રહી છે.પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવતી હોય તેમ ઠેર ઠેર મુખ્ય માર્ગ સહિત સોસાયટી અને નવા તેમજ જુના રસ્તાઓને તોડી પાડી પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે.
રોડની સાઇડ પર તેમજ ખુલ્લી જગ્યામાં ઘણી જગ્યાઓ પણ કામગીરી થઈ શકે તેમ હોવા છતાં પણ કોન્ટ્રાકટરે જાણે રોડ તોડી પાડી અને પાઇપ લાઇન દબાવવાની ટેન્ડરની કામગીરી લીધી હોય તેમ સંજેલી કોટા સહિત તાલુકાઓમાં રસ્તાઓનું કચ્ચરઘાણ કરી નાખ્યું છે
આઝાદી બાદ પ્રથમ વખત ભનેલો કોટા થી થાળા અને કકરેલી તરફ જવાના મુખ્ય માર્ગ પર બન્ને સાઈટો માં ખુલ્લી જગ્યા હોવા છતાં પણ અચાનક અડધો રોડ તોડી પાડી પાઇપ લાઇન નાંખવાની કામગીરી થી સ્થાનિક લોકો સહીત રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે.
આવા કોન્ટ્રાક્ટર સામે તાલુકા તેમજ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ કે લાગતાં વળગતાં વહીવટીતંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આઝાદીના વર્ષો બાદ પ્રથમ વખત ભનેલો કોટા થી થાળા કકરેલી તરફ જવાના મુખ્ય માર્ગ પર બન્ને સાઈડ ખુલ્લી જગ્યા હોવા છતાં પણ અડધો રોડ તોડી પાડી અને પાઇપ લાઇનની કામગીરી કરવામાં આવે છે જેથી અવર જવર કરનાર લોકો તેમજ વાહન ચાલકોમાં ભારે હાલાકી વેઠવી પડે છે.આઝાદીના વર્ષો બાદ પ્રથમ વખત આ ગામને પાકા રસ્તાની સુવિધા મળી હતી તે પણ તોડી પડાયો. થાળા ગામ આગેવાન રેવાભાઈ તાવિયાડ.*