રેટગેઇન ટ્રાવેલ ટેક્નોલોજિઝના IPOને રોકાણકારોનું ભારે આકર્ષણ
રેટગેઇન ટ્રાવેલ ટેક્નોલોજિઝ લિમિટેડના આઇપીઓને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે, આ ઇશ્યૂ 9 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે બંધ થયો ત્યારે 17.41 ગણો છલકાયો હતો. આ ઇશ્યૂને એચએનઆઇ શ્રેણી તરફથી ભારે પ્રતિસાદ સાંપડ્યો છે, જેનો પોર્શન 42.04 ગણો છલકાયો છે, જ્યારે રિટેલ પોર્શન 8.08 ગણો ઓવરસબસ્ક્રાઇબ થયો છે.
ક્યુઆઇબીનો હિસ્સો 8.42 ગણો છલકાયો છે, જ્યારે કર્મચારીઓના સબસ્ક્રિપ્શનમાં પાત્રતા ધરાવતા ભારતીય કર્મચારીઓ તરફથી પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે અને આ પોર્શન 1.37 ગણો છલકાયો છે.
અગાઉ એન્કર બૂક દરમિયાન, રેટગેઇને 34 શ્રેષ્ઠ રોકાણકારો તરફથી ઇક્વિટી શેર દીઠ રૂ. 425ના ઉપલા ભાવે રૂ. 598.83 કરોડ ઊભા કર્યાં હતાં. સૌથી મહત્વની વાત એ છે કે એન્કર બૂકનો આશરે 40 ટકા હિસ્સો સ્થાનિક ફંડ હાઉસિસ દ્વારા સબસ્ક્રાઇબ થયો છે, જે કારોબારના મજબૂત મોડલ અને રોકાણકારોના ભરોસાની પૂર્તતા કરે છે.
શ્રેષ્ઠ રોકાણકારોમાં સિંગાપોરના જીઆઇસી, ગોલ્ડમેન સાશ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, નોમુરા, નિપોન મ્યુચ્યુઅલ ફંડ, પાઇનબ્રિજ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, બિરલા મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. કુલ ઇશ્યૂનો આશરે 45 ટકા હિસ્સો એન્કર રોકાણકારો દ્વારા સબસ્ક્રાઇબ થયો છે.
જીઆઇસી એ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો સોવરેન ફંડ છે જે વિશ્વભરમાં 400 બિલિયન યુએસ ડોલર કરતા વધુનું મૂડીરોકાણ ધરાવે છે. ભારતમાં જીઆઇસીના નોંધપાત્ર માર્કેટ બેટ્સમાં મોર્ગેજ ધિરાણકાર એચડીએફસી લિ., આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સનો સમાવેશ થાય છે.
રેટગેઇન એ વૈશ્વિક સ્તરની અગ્રગણ્ય ડિસ્ટ્રિબ્યુશન ટેક્નોલોજી કંપનીઝ પૈકીની એક છે અને તે ભારતમાં આતિથ્ય તથા યાત્રા ઉદ્યોગની સૌથી મોટી સોફ્ટવેર એઝ અ સર્વિસ (“SaaS”) કંપની છે. કંપની હોટેલ્સ, એરલાઇન્સ, ઓનલાઇન ટ્રાવેલ એજન્ટ્સ (“OTAs”), મેટા સર્ચ કંપનીઝ,
વેકેશન રેન્ટલ્સ, પેકેજ આપનારાઓ, કાર ભાડે આપનારાઓ, ટ્રાવેલ વ્યવસ્થાપન કંપનીઓ, ક્રૂઝીઝ અને ફૅરીઝ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સોલ્યૂશન્સ આપે છે. SaaS કંપની તરીકે કંપનીના ક્લાઉડ-આધારિત પ્રોડક્ટ્સ કસ્ટમર ઇમ્પ્રૂવ્ડ યુઝેબિલિટી પ્રદાન કરે છે અને તેઓ અસરકારક રીતે પોતાની કામગીરી વિસ્તારી શકે છે.