જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો PSO અને ડ્રાઇવર શહીદ
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ થમવાનું નામ લઇ રહી નથી. સેનાની કડક કાર્યવાહી બાદ પણ ઘાટીમાં આતંકીઓ બેફામ બની રહ્યાં છે. આજે કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકીઓએ ઘાત લગાવીને નાકા પર તૈનાત પોલીસકર્મીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. તેમાં બે પોલીસકર્મી શહીદ થઇ ગયા હતાં.
અચાનક થયેલા આ હુમલા બાદ ઘટનાસ્થલે અફડાતફડી મચી ગઇ હતી. અન્ય કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત છે. હુમલા માટે ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ ટીઆરએફ કે પછી ઇસ્લામિક સ્ટેટ જમ્મુ કાશ્મીર જેને વિલાયા હિન્દ અને હિન્દ પ્રાવિન્સ પણ કહે છે તેના આતંકીઓને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે.
મળતી માહિતી અનુસાર આજે સાંજે સાડા ચાર વાગ્યે બાંદીપોરા જિલ્લાના ગુલશન ચોક પર તૈનાત પોલીસ પાર્ટીને આતંકીઓએ આજે નિશાન બનાવી. તેમાં બે પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓના આ હુમલામાં બે પોલીસકર્મીઓને ગોળી વાગી. તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન બન્નેના મોત થયા. બન્નેની ઓળખ મોહમ્મદ સુલતાન અને ફૈયાઝ અહેમદ તરીકે કરવામાં આવી છે.
હુમલાને કારણે ચોકમાં મચેલી અફડાતફડીમાં સામાન્ય લોકોની સુરક્ષાને જાેતા થોડો સંયમ દાખવ્યો, આતંકીઓએ તેનો લાભ ઉઠાવ્યો અને ત્યાંથી ફરાર થઇ ગયા. હુમલાની જાણ થતાં જ નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સૈન્યકર્મીઓ અને સીઆરપીએફના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા.
પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. હુમલાના તુરંત જ બાદ આતંકીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી લેવામાં આવી હતી. ઘટનાબાદ ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઇ. આ પહેલા ૮ નવેમ્બરે શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં આતંકીઓએ ગોળી મારીને ૨૯ વર્ષીય એક પોલીસકર્મીની હત્યા કરી નાખી હતી.
જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાનીમાં રવિવારે એક આતંકવાદીએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો જેમાં પોલીસકર્મી શહીદ થઇ ગયો. આ વર્ષે ૧૨ સપ્ટેમ્બરે શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં આતંકવાદીએ એક પોલીસકર્મીને ગોળી મારી દીધી.HS