Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૯૯૨ નવા દર્દી, ૩૯૩ મોત

નવીદિલ્હી, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૭૯૯૨ નવા દર્દી મળ્યા છે. વળી, ૯૨૬૫ લોકો સંક્રમણથી મુક્ત પણ થયા. આ ઉપરાંત કાલે દેશભરમાં કોરોનાના કારણે ૩૯૩ લોકોના મોત થયા.

આ માહિતી આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ કે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસો હાલમાં ૯૩,૨૭૭ છે કે જે ૫૫૯ દિવસોમાં સૌથી ઓછા છે.

અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ ૩,૪૬,૮૨,૭૩૬ કેસ સામે આવી ચૂક્યા છે. વળી, કુલ રિકવરી ૩,૪૧,૧૪,૩૩૧ થઈ ચૂકી છે. સાથે જ કુલ વેક્સીનેશન ૧,૩૧, ૯૯,૯૨,૪૮૨ થઈ ગયુ છે. કાલના જ દિવસમાં ૭૦ લાખથી વધુ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે. રોજ દેશભરમાં લાખો લોકોોને વેક્સીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ભારત દુનિયાનો પહેલો એવો લોકતાંત્રિક દેશ છે જ્યાં સૌથી વધુ લોકોને વેક્સીન લગાવવામાં આવી છે.

આરોગ્ય વિભાગ તરફથી એ પણ જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા અમેરિકાથી લગભગ અડધી છે. અહીં અત્યાર સુધી કુલ ૪,૭૫,૧૨૮ મોત નોંધવામાં આવ્યા છે.

આ ઉપરાંત કોરોનાના સક્રિય દર્દી હવે ૯૩,૨૭૭ છે. અમુક દિવસો પહેલા સુધી દેશમાં ૧ લાખથી વધુ સક્રિય દર્દી હતા. હવે તેજીથી રિકવરી થઈ રહી છે. હાલમાં રિવકરી રેટ ૯૮.૩૬ ટકા છે.

કેરળમાં કોરોનાના સૌથી વધુ દર્દી સામે આવી રહ્યા છે. આ એ જ રાજ્ય છે જ્યાં દેશનો પહેલો કોરોના દર્દી મળ્યો હતો. લગભગ ૨ વર્ષ પછી પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ મુજબ કાલે કેરળ રાજ્યમાંથી કોરોનાના ૧૨૦૪ નવા કેસ નોંધવામાં આવ્યા. આ ઉપરાંત ૩૪૦ મોત થયા. અત્યાર સુધી અહીં ૪૨૫૭૯ મોત થઈ ચૂક્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા ૩૯૯૯૮ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.