સરયૂ નહેર પરિયોજનામાં જેટલું કામ ૫ દશકમાં થયું હતું, તેના કરતા વધારે કામ અમે ૫ વર્ષ પહેલા કરી બતાવ્યું: વડાપ્રધાન
લખનૌ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધનથી દેશભક્ત દુઃખી છે. આજે તે વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું જેમનું ૮ ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું જવું દરેક ભારતપ્રેમી, દરેક રાષ્ટ્રભક્ત માટે ઘણી મોટી ક્ષતિ છે. તે ઘણા જ બહાદુર હતા. આખો દેશ તેમની મહેનતનો સાક્ષી છે. સૈનિકનું આખું જીવન એક યોદ્ધાની જેમ હોય છે.
જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં દુઃખ છે પણ દર્દ સહન કરીને પર આપણે ના પોતાની ગતિ રોકીએ છીએ ના પ્રગતિ. ભારત ના રુકેગા ના થમેગા…આપણે ભારતીય વધારે મહેનત કરીશું. દેશની અંદર અને બહાર રહેલા પડકારોનો મુકાબલો કરીશું.
ભારતને વધારે શક્તિશાળી બનાવીશું. પીએમ મોદીએ કહ્યું કે દેવરિયામાં રહેતા વરુણ જી નું જીવન બચાવવા માટે ડોક્ટર જી જાનથી લાગેલા છે. હું પાટેશ્વરી માં ને તેમના માટે પ્રાર્થના કરું છું. દેશ આજે વરુણ સિંહ જી ના પરિવાર સાથે છે. જે વીરોને આપણે ગુમાવ્યા છે તેમના પરિવારોની પણ સાથે છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશની સરહદોની સુરક્ષા વધારવાનું કામ, બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું કામ, દેશની સેનાઓને આર્ત્મનિભર બનાવવાનું અભિયાન, ત્રણેય સેનામાં તાલમેલને શાનદાર કરવાનું કામ આવા અનેક કામ ઝડપથી આગળ વધતા રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂપીના બલરામપુરમાં સરયૂ નહેર પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની નદીયોના જળનો સદઉપયોગ થાય, ખેડૂતોના ખેતર સુધી પુરતા પ્રમાણમાં પાણી પહોંચે તે આ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
સરયૂ નહેર રાષ્ટ્રીય પરિયોજના પુરી થવી આ વાતની સાબિતી છે. જ્યારે વિચાર ઇમાનદાર હોય તો કામ પણ દમદાર હોય છે. પીએમ મોદીએ કહ્યું કે સરયૂ નહેર પરિયોજનામાં જેટલું કામ ૫ દશકમાં થયું હતું, તેના કરતા વધારે કામ અમે ૫ વર્ષ પહેલા કરી બતાવ્યું છે. આ જ ડબલ એન્જિનની સરકાર છે.HS