Western Times News

Gujarati News

કોંગ્રેસ વગર પણ ભાજપ સામે વિપક્ષનો મોરચો શકયઃ પ્રશાંત કિશોર

નવીદિલ્હી, દેશમાં રાજકીય પક્ષોને ચૂંટણી લડવામાં મદદ કરી રહેલા જાણીતા ઈલેકશન મેનેજર શ્રી પ્રશાંત કિશોરે કોંગ્રેસ પક્ષ પર ફરી એક વખત નવો હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસમાં લોકતંત્ર છે જ નહી. પક્ષની આવશ્યકતા છે કે ગાંધી પરિવારના બહારના લોકોને લોકશાહી પદ્ધતિથી નેતા ચૂટે તે જરૂરી છે. તેઓએ એવો મોટો ધડાકો કરતા કહ્યું કે સૌથી જૂના કોંગ્રેસ પક્ષ વગર પણ ભાજપ વિરોધી મોરચો રચી શકાય છે.

એક ચેનલને ખાસ મુલાકાતમાં તેઓએ રાહુલ ગાંધીને પણ આંચકો આપતા કહ્યું કે એક ટવીટ કે કેન્ડલ માર્ચથી ભાજપને હરાવી શકાય નહી. ભાજપ ખૂબ જ મજબૂત થઈ ગયેલો પક્ષ છે.મોદીના નેતૃત્વમાં ભાજપને હરાવવા માટે તમારે મજબૂત બનવું જાેઈએ.

આ માટે ચૂંટણી વ્યુહ ઘડવા પડશે. વાસ્તવિકતા એ છે કે ૧૯૮૪ બાદ કોંગ્રેસ પક્ષ કદી ખુદની તાકાત પર લોકસભા ચૂંટણી જીતી શકી નથી અને છેલ્લા ૧૦ વર્ષમાં કોંગ્રેસ પક્ષને ૯૦% ચૂંટણીમાં પરાજય મળ્યો છેઅને કોંગ્રેસના નેતૃત્વએ આ હારની જવાબદારી લેવી જાેઈએ.

તેઓએ મોદી માટે મોટી વાત કરતા કહ્યું કે તે સૌની વાત સાંભળે છે તેની સૌથી મોટી તાકાત એ જ છે તેને ખબર છે કે આખરી વ્યક્તિનું શું જાેઈએ છીએ તે મોદી સારી રીતે જાણે છે અને તેની આગામી કેટલાક દશકાઓ સુધી ભાજપને કોઈ પરાજીત કરી શકશે નહી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.