Western Times News

Gujarati News

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી

મુંબઈ, બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ૧૧ ડિસેમ્બરે પોતાના લગ્નની ચોથી એનિવર્સરી ઉજવી હતી. આ ખાસ દિવસ પર અનુષ્કા શર્માએ આ ખાસ પળ પર પોતાની અને વિરાટ કોહલીની એક ખાસતસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે તેણે પોતાના એનિવર્સરી સ્પેશિયલ ડિનરની એક ખાસ ઝલક પણ રજૂ કરી હતી. અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક તસવીર શેર કરી છે.

આ તસવીર દ્વારા તેણે પોતાની એનિવર્સરી પર ખાસ ડિનરનું આયોજન કર્યુ હતુ એની ઝલક રજૂ કરી છે. આ તસવીરને જાેઈને તમે અંદાજાે લગાવી શકો છો કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું એનિવર્સરી ડિનર કેટલું સ્પેશિયલ રહ્યુ હશે. અનુષ્કાએ જે તસવીર શેર કરી છે એમાં જાેઈ શકાય છે કે ફૂલ, ઝાડ અને પમ્પાસ ઘાસથી સજાયેલું ડિનર ટેબલ છે.

તો કેન્ડલ્સ પણ આ સજાવટમાં મૂકવામાં આવી હતી. અનુષ્કા શર્માએ આ ખાસ પળ પર પોતના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરતા લખ્યું કે, કોઈ સરળ રસ્તો નથી, કોઈ શોર્ટકટ નથી. હું તારુ મનગમતુ ગીત અને શબ્દ જે તે હંમેશા જીવ્યા છે. આ શબ્દો આપણા સંબંધો સાથે દરેક ચીજવસ્તુ માટે સારા છે.

ધારણાઓ અને દ્રષ્ટિકોણથી ભરેલી આ દુનિયામાં તારા જેવો વ્યક્તિ બનવા માટે ખાસ સાહસ જાેઈએ. આભાર, મને પ્રેરિત કરવા માટે કે જ્યારે મને આની જરૂર હતી અને મન ખુલ્લુ રાખવા માટે કે જ્યારે મને સાંભળવાની જરૂર હતી. સમાન લગ્ન ત્યારે જ સંભવ છે કે જ્યારે કે બંને સુરક્ષિત હોય. અને હું જાણુ છું કે તું સૌથી સુરક્ષિત છે. જેમ કે મેં પહેલાં કહ્યું એમ ભાગ્યશાળી છે એ લોકો કે જેઓ તમારૂ સત્ય જાણે છે.

તમારી સિદ્ધિઓ પાછળ તમારા આત્માને જાણે છે. ઈશ્વર પ્રેમ કરવાની ઈમાનદારી, પારદર્શિતા અને સન્માન હંમેશા આપણું માર્ગદર્શન કરે. ઈશ્વર કરે કે આપણે ક્યારેય મજા કરવાનું બંધ ન કરીએ. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૭માં ઈટાલીમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ વર્ષે જાન્યુઆરીમાં એક સુંદર બાળકી વામિકાના માતા-પિતા બન્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.